Friday, February 1, 2013

My Article Feb - 2013 એન્ટીવાયરસ : સસ્તું નહિ ... વસ્તુ માંગો !!

એન્ટીવાયરસ : સસ્તું નહિ ... વસ્તુ માંગો  !!
સાયબર સફર આર્ટિકલ -ફેબ્રુઆરી -2013 


પ્રિય વાચકમિત્રો, 
લાંબા સમય ના અંતરાય બાદ ફરી એકવાર આપની સમક્ષ એક માહિતીસભર લેખ પ્રસ્તુત કરું છું। પરંતુ તે પહેલા આ સમય દરમિયાન આપના પ્રતિભાવો , ફોન કોલ્સ તથા ઈમેઈલ બદલ આપ નો ખુબ અભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો એ વિદ્યાર્થીમિત્રો જેમને આમાંથી કૈક શીખવા મળે છે, કૈક પ્રેરણા મળે છે તેમના તરફથી કોઈપણ સૂચનો અથવા કારકિર્દી ને લગતા પ્રશ્નો આવકાર્ય છે। 

કોમ્પ્યુટર વાયરસથી તો આપ પરિચિત જ હશો । VIRUS સાચું પૂરું નામ :  Vital Information Resources Under Seize છે . પરંતુ આપને માત્ર સમજવા ખાતર કહી શકીએ  
V ery
I mmediate
R isk to
U ser
S ecurity 

ટુકમાં કહીએ તો કમ્પ્યુટર પર દેખાતા(ક્યારેક ના પણ દેખાતા) તમામ પ્રકાર ના નુકસાનકારક પ્રોગ્રામ્સ કે સોફ્ટવેર જેને માલ્વેર પણ કહેવાય છે। તેમાં કમ્પ્યુટર વાયરસનો પણ સમાવેશ થાય છે। આવા વાયરસથી આપના કમ્પ્યુટર ને સુરક્ષિત રાખવા માટે આપણે એન્ટીવાઈરસ સોફ્ટવેર વાપરીએ છીએ। 
મિત્રો , અપને કદાચ ખ્યાલ નહિ હોય પરંતુ એન્ટીવાઈરસ એ પણ એક જાતનો વાઈરસ જ હોય છે। ફરક માત્ર એટલો જ હોય છે કે તેમનું પ્રોગ્રામિંગ કમ્પ્યુટરને અવનવા ખતરાઓ થી બચાવવા માટે થયેલું હોય છે। અલગ અલગ કમ્પ્યુટર સીસ્ટમ માટે અલગ અલગ એન્ટીવાઈરસ હોય છે। આપ સૌ જાણો જ છો કે એન્ટીવાઈરસ બજાર માં 300-400 થી માંડી ને 10-12000 સુધીની રેંજ માં ઉપલબ્ધ છે। કેટલાક એન્ટીવાઈરસ સોફ્ટવેર આપ ઈન્ટરનેટ દ્વારા પણ ખરીદી શકો છો। હવે કેટલાક મિત્રો ને એવો વિચાર જરૂર આવ્યો હશે કે એન્ટીવાઈરસ તો ઇન્ટરનેટ પરથી મફત માં પણ ડાઉનલોડ  કરી લેવાય ને।।।!!! તો પછી ખોટો ખર્ચો શુ કામ કરવો।।।?? સાચી વાત છે ... આપણે રહ્યા પાક્કા ગુજ્જુ .... પૈસા નો હિસાબ તો પહેલો।! તો ચાલો આજે આપણે જાણીએ કે એન્ટીવાઈરસ ખરીદવો કે નહિ,બજાર માં ઉપલબ્ધ ઢગલાબંધ એન્ટીવાઈરસ સોફ્ટવેર માંથી કયો ખરીદવો ....??

એન્ટીવાઈરસ ખરીદવો જોઈએ કે ફ્રી માં ડાઉનલોડ કરી ને વાપરવો જોઈએ તેનો સાચો જવાબ તો સામે વાળી વ્યક્તિ પર આધારિત છે। એક રીતે જોઈએ તો ઈન્ટરનેટ પરથી ફ્રી માં મળતો એન્ટીવાઈરસ પણ સારો .. (ના મામા કરતા કાણો મામાં શું ખોટા।।।???) પણ આજ સવાલ જો કોઈ પ્રોફેશનલ બીઝનસમેન પૂછે ત્યારે તદ્દન વિપરીત જવાબ આપવો પડે। પેઈડ તથા એન્ટીવાઈરસ બંને ના પોતાના પ્લસ-માઈનસ પોઈન્ટ્સ છે। તે જાણવા માટે આપણે સમજવું પડશે કે એન્ટીવાઈરસ કેટલા પ્રકાર ના હોય છે અને આપણને ક્યાં ક્યાં ફીચર્સ પૂરા પાડે છે। 

એન્તીવાઈરસ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે।

  1. ફ્રીવેર 
  2. પેઈડ 
  3. સ્યુટ 
  4. પ્રીમીયમ સ્યુટ 

ફ્રીવેર એન્ટીવાઈરસ થી જેમ જેમ આગળ પ્રીમીયમ સ્યુટ તરફ જતા જઈએ તેમ તેમ એન્ટીવાઈરસ ના ફીચર્સ અને સુવિધાઓમાં  (સાથે સાથે ભાવમાં પણ ..) વધારો થતો જાય છે। 

ફ્રી એન્ટીવાઈરસ સોફ્ટવેર સામાન્ય રીતે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે છે જે આપને બેઝિક  લેવેલ ની સિક્યોરીટી આપે છે। દા . ત . સ્કેનીંગ , ... તો કેટલાક એન્ટીવાઈરસ માં બ્રાઉઝર સિક્યોરીટી તો કેટલાકમાં ફ્રી ફાયરવોલ ફીચર્સ આપવામાં આવે છે . પરંતુ મોટા ભાગના ફીચર્સ તેઓ પેઈડ એન્ટીવાઈરસ માટે અનામત રાખતા હોય છે . કેટલાક ફ્રી એન્ટીવાઈરસ માં તમારા કમ્પ્યુટર ની એક્ટિવીટી પરથી  માલ્વેર ડીટેકશન કરે છે। ફ્રી એન્ટીવાઈરસ સોફ્ટવેર ઓ ફાયદો એ છે કે આપને એ ગમે ત્યારે ઓનલાઈન કોઈપણ રજિસ્ટ્રેશન વગર અપના કમ્પ્યુટર પર આસાની થી ડાઉનલોડ કરી શકો છો। પરંતુ ફ્રી એન્ટીવાઈરસ માત્ર સેમ્પલ જેવું કામ આપે છે કે જેના દ્વારા એન્ટીવાઈરસ કંપની પોતાની સર્વિસનો ડેમો બતાવે છે .

પેઈડ એન્ટીવાઈરસ: પેઈડ એન્ટીવાઈરસ સોફ્ટવેર એ ફ્રીવેર અને  ફીચર-પેક પ્રીમીયમ સ્યુટ ની વચ્ચે આવે છે . જે વ્યાપક પ્રમાણ માં સિક્યોરીટી ટૂલ્સ ઉપલબ્ધ કરાવે છે . જેમ કે પેરેન્ટલ કંટ્રોલ , આઈડી થેફ્ટ પ્રોટેક્શન વગેરે . ફ્રીવેર એન્ટીવાઈરસ કરતા અન્ય ઘણી સુવિધાઓ તેમાં આપવામાં આવેલી હોય છે। આવા પેઈડ એન્ટીવાઈરસ હોમ એડીશન તરીકે પણ ઓળખાય છે કે જે કોઈ સિંગલ કમ્પ્યુટર સીસ્ટમ અથવા લેપટોપ માટે ઉપયોગી છે। પેઈડ પ્રોડક્ટ નો અન્ય એક ફાયદો છે તેની કસ્ટમર સર્વિસ .કેટલીક  કંપનીઓ  પોતાના ગ્રાહકોને ફોન અથવા ઈ-મેઈલ ની સર્વિસ પૂરી પાડે છે . ફ્રી એન્ટીવાઈરસ પ્રોડક્ટ્સ માં સામાન્ય રીતે વારંવાર પેઈડ પ્રોડકટ્સ ની જાહેરાતો નો ત્રાસ રહેતો હોય છે જે પેઈડ પ્રોડક્ટ્સ માં હોતો નથી। તો આ રીતે જેમ જેમ ફીચર્સ અને સિક્યોરીટી વધતા જાય તેમ તેમ એન્ટીવાઈરસ આપની સીસ્ટમ ને વધુ ને વધુ સુરક્ષિત બનાવતો જાય છે।  

આ ઉપરાંત એન્ટીવાઈરસમાં અન્ય કેટલાક ફીચર્સ ને લીધે પણ ગ્રાહકો તેમની પસંદગી કરે છે। પરંતુ તેમાં મુખ્ય 3 ફીચર્સ છે .
  • ઇન્ટરફેસ 
  • માલ્વેર ડીટેકશન અને 
  • સ્પીડ  

ઇન્ટરફેસ(સોફ્ટવેર ડીઝાઇન) : કેટલાક એન્ટીવાઈરસ સોફ્ટવેર ખૂબ સરસ ઇન્ટરફેસ અને આકર્ષક વિઝ્યુંઅલ ઈફેક્ટસ વડે ગ્રાહકો ને આકર્ષે છે। દા। ત। avast એન્ટીવાઈરસ પોતાની વોઈસ ઇન્ફોર્મેશન સિસ્ટમ વડે સ્કેનીંગ , અપડેટ, વાઈરસ ડીટેકશન વગેરે ની માહિતી તેના યુઝર ને આપે છે જે અન્ય એન્ટીવાઈરસ કરતા અલગ પડે છે અને યુઝર ને પણ મજા આવે છે .


ડીટેકશન : મોટા ભાગના એન્ટીવાઈરસ સોફ્ટવેર ની ગુણવત્તા તેના રેન્કિંગ સિસ્ટમ ને આધારે થતી હોય છે . પરંતુ " વર ને કોણ વખાણે ??? વર ની માં ... "- એની જેમ બધી જ એન્ટીવાઈરસ કંપનીઓ પોત-પોતાની વેબસાઈટ ને પોતે જ કોઈ ને કોઈ રીતે રેન્કિંગ અપાવે છે . તો આવા ભ્રામક રેન્કિંગ ને આધારે એન્ટીવાઈરસ ની પસંદગી ના કરવી। પરંતુ આપની જરૂરીયાત અને ઉપયોગીતા ના આધારે એન્ટીવાઈરસ પસંદ કરવો ." રીયલ વર્લ્ડ એન્ટીવાઈરસ સર્વે અનુસાર ફ્રીવેર કરતા પેઈડ એન્ટીવાઈરસ સોફ્ટવેર 96 % બેસ્ટ પર્ફોમન્સ આપે છે . "

સ્પીડ: એન્ટીવાઈરસ ની પસંદગી માટે નું અન્ય એક મહત્વ નું પાસું છે તેની પ્રોસેસ સ્પીડ . ફ્રીવેર કરતા પેઈડ એન્ટીવાઈરસ દસ ગણું ઝડપી પરફોર્મન્સ આપે છે .જો કે બંને પ્રકાર ના એન્ટીવાઈરસ સીસ્ટમના સ્ટાર્ટ-અપ ને 20 થી 50 સેકંડ જેટલો ઓછો કરી શકે છે . પરંતુ તેમ છતાં મહત્વ નો તફાવત તો સ્કેનીંગ સ્પીડ નો છે।  જેમ કે 4.5 જીબી નો ડેટા સ્કેન કરતા જે ફ્રીવેર એન્ટીવાઈરસ ને 2 મિનીટ લાગે છે તે જ ડેટા ને પેઈડ વર્ઝન 20-25 સેકંડ માં પૂરું કરી દે છે।  જેમ જેમ તેમાં વધુ ફીચર્સ તરફ જતા જઈએ તેમ તેની સ્પીડ અને અન્ય એડ-ઓન્સ માં પણ વધારો થતો જાય છે . 

તો આ છે  ફીચર્સ જે આપને કોઈપણ એન્ટીવાઈરસની પસંદગી આપની જરૂરિયાત મુજબ કરી શકો છો। આ સિવાય પણ અન્ય ઘણા ફીચર્સ છે જેના આધારે આપ પોતાને અનુરૂપ એન્ટીવાઈરસ ની પસંદગી કરી શકો છો . જે નીચે દર્શાવેલ ચાર્ટ માં દર્શાવેલ છે। જો આપનો બીઝનેસ મોટો છે તો આપને બધા જ ફીચર્સ પર ધ્યાન આપવું પડશે અને તે પ્રમાણે સૌથી સિક્યોર એન્ટીવાઈરસ ની પસંદગી કરવી પડશે। તે જ રીતે જો કોઈ સ્કૂલ - કોલેજ માટે થોડા ઘણા ફેરફાર સાથે જરૂરી એન્ટીવાઈરસ જરૂરી રહેશે। પરંતુ જો એન્ટીવાઈરસ ઘરના કમ્પ્યુટર પર વાપરવો હોય તો આપના માટે હોમ એડીશન -પ્રીમીયમ પેક બેસ્ટ રહેશે .


ઉપરોક્ત ચાર્ટ માં આપની વિવિધ જરૂરિયાત મુજબ આપનો એન્ટીવાઈરસ પસંદ કરી શકો છો . જેમ કે 
  • જો આપ ઈન્ટરનેટ બેન્કિંગ કે ઓનલાઈન શોપિંગ કરતા હો તો આપના માટે વર્ચુઅલ કીપેડ વાળો કાસ્પર સ્કાય ઉપયોગી રહેશે।
  • જો ઘરે બાળકો અથવા ઓફિસ ના કર્મચારીઓ પર આપની ગેરહાજરી માં વોચ રાખવા માંગતા હોય તો પેરેન્ટલ કન્ટ્રોલ ની સુવિધા આપતા એન્ટીવાઈરસ ની પસંદગી કરો .
  • કંપની આપને ક્યાં પ્રકાર ની કસ્ટમર સર્વિસ આપશે તેના આધારે પણ એન્ટીવાઈરસ પસંદ કરી શકો છો। જેમ કે કેટલાક લોકો ને ઈ-મેઈલ કરતા ટેલીફોનીક હેલ્પ વધુ ફાવતી હોય છે .

મોબાઈલ એન્ટીવાઈરસ સોફ્ટવેર : 
એન્ડ્રોઈડ , વિન્ડોઝ , બ્લેક્બેરી જેવા સ્માર્ટફોન્સ માં  પણ એન્ટીવાઈરસ દ્વારા અલગ અલગ ફીચર્સ આપવામાં આવે છે જેના દ્વારા મોબાઈલ ને વધુ સિક્યોર રાખી શકાય છે . અહી કરેલા સર્વેક્ષણ અનુસાર કંપની મોબાઈલ એન્ટીવાઈરસ માં ફ્રી તથા પેઈડ માં કઈ કઈ સુવિધા આપે છે તે દર્શાવ્યું છે . જેમાં આપની જરૂરિયાત મુજબનું સિલેકશન કરી શકો છો . 


 ( અત્રે પ્રસ્તુત ચાર્ટ માત્ર માહિતી માટે છે . અહી કોઈ કંપનીની જાહેરાત ના હેતુસર નથી . )

તો આ રીતે અલગ અલગ એન્ટીવાઈરસ સોફ્ટવેર ના ફીચર્સ વ્યક્તિગત કે વ્યવસાયિક હેતુ પાર પાડે છે . પરંતુ જ્યાં સિક્યોરીટી નો સવાલ છે ત્યાં ક્યારેય કિંમત સાથે બાંધછોડ ના કરવી। કારણ કે અંતે તો ખતરનાક સાયબર વર્લ્ડ માં આપણે એકલા જ નથી . તો રણમેદાન માં ઉતરતી વખતે જરાક હથિયારો ની પસંદગી અને ચકાસણી અતિ આવશ્યક છે .
આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે .
 
મિલાપ ઓઝા
સાયબર સિક્યોરીટી એક્સપર્ટ 
એપિન ટેકનોલોજી લેબ - જુનાગઢ 
90330 18333

1 comment: