Showing posts with label ગુજરાતી બ્લોગ્સ. Show all posts
Showing posts with label ગુજરાતી બ્લોગ્સ. Show all posts

Friday, August 9, 2013

My New Article in Cyber safar:- Aug- 2013

ફેસબુક એડીકશન :- અતિ સર્વ વર્જયેત ...!!!


સીન 1:- કમ્પ્યુટર પર એક 15-17 વર્ષ નો છોકરો બેઠેલો છે . સામે ફેસબુક પર  મેસેજ ડિસ્પ્લે થાય છે.

Papa :- How are you ?

Son replies : m fine dad...!!

Papa:- Didn't See you from Long time.... Hope m not Disturb you...!!
Son :- No no dad.. !!! Its ok..!! Any Urgent ...!!!

Papa:- Yes Dear .... If you can .. Please Logout from Facebook & Come Down for Dinner... Me & Ur Mother are waiting..!!! Just Come fast... !!! Bye...

સીન 2 :- ક્લાસરૂમ
એક છોકરા એ સ્ટેટ્સ  કર્યું :-" I'm online during economic lecture hahaha :) "
પ્રોફેસરે કમેન્ટ કરી :- "Get out from my Class" પ્રિન્સીપાલ એ લાઈક કરી .
ફ્રેન્ડ એ કમેન્ટ કરી :- "કેન્ટીન માં આવી જા ...પાર્ટી  ચાલે છે ."
મમ્મી એ કમેન્ટ કરી :- "નાલાયક ... ક્લાસ ન ભરવા હોય તો શાકભાજી લઈને સીધો ઘરે આવી જા."
પપ્પા ની કમેન્ટ આવી :- "જો તારા પુત્ર ના પરાક્રમ "
ગર્લફ્રેન્ડ ની કમેન્ટ :- "આઈ હેટ યુ ... મને એમ કીધુ કે દાદી હોસ્પિટલ માં છે . હું નહિ આવી શકું"
દાદી ની કમેન્ટ :- "હરામખોર ઘરે આવ ... તારી વાત છે ...!!!"

સીન 3 :- લગ્નપ્રસંગ 
છોકરી ના પપ્પા આશ્ચર્યથી :- અરે જાનમાં માત્ર 5-7 માણસો ?? તમે તો કીધેલું કે તમારા તો હજાર વધુ મિત્રો છે ....???
વરરાજો :- હા એ વાત સાચી છે પણ એ તો ખાલી ફેસબુક માં ...!!!

મિત્રો , ફેસબુક એ દુનિયાની બીજા નંબરની પોપ્યુલર વેબ્સાઈટ છે . (પહેલા નંબરે ગૂગલ છે .) તેને બનાવનાર દુનિયાના યંગેસ્ટ બિલિયોનર માર્ક ઝુકરબર્ગ એ વિચાર્યું પણ નહિ હોય કે તે આટલી ઝડપથી પોપ્યુલર થઇ જશે . અને આમ પણ જમાનો પણ એવો છે કે જો તમે ફેસબુક પર નથી તો બધા તમને એલિયન હોય એવી ભાવના થી જોશે . "લે .... ફેસબુક પર નથી ..કેમ જીવો છો ભાઈ ??"

મોટાભાગના લોકો માને છે કે ફેસબુક યુઝર્સ ની સંખ્યા મિલિયન્સ માં છે . પરંતુ થોડાઘણા મારા રીસર્ચ પ્રમાણે જે તારણો મળ્યા એ હું અહી રજુ કરું છું .

  • 70% થી પણ વધુ ફેસબુક યુઝર્સ યુ .એસ . ની બહારના છે .
  • એક ફેસબુક યુઝર સરેરાશ 200 જેટલા ફેસબુક ફ્રેન્ડસ ધરાવે છે .
  • 2009 માં ફેસબુક ના યુઝર્સ ની સંખ્યા 150 મીલીયન પહોચી તે સમયે વિકસિત દેશોમાં દર 5 વ્યક્તિએ 1 વ્યક્તિ ફેસબુક એકાઉન્ટ ધરાવતો  હતો .
  • 2010 માં આ સંખ્યા બમણી થઇ ગઈ અને 350 એ પહોચી ગઈ જેમાંથી 175 મીલીયન લોકો રોજેરોજ ફેસબુક વાપરનારા હતા .
  • ત્યારબાદ  તેમાં સતત વધારો નોંધાયો છે . અને  મોબાઈલ ફેસબુક યુઝર્સ ની સંખ્યા પણ એન્ડ્રોઇડ નાં આગમન થી વધવા  લાગી છે . આ માટે નીચે દર્શાવેલ ગ્રાફ માં નજર કરશો તો ખ્યાલ આવશે કે 3 વર્ષોમાં ફેસબુક ક્યાંથી ક્યાં પહોચી ગયું છે .


હવે વિચારવાની વાત એ છે કે  એક છો ? તમે FB વાપરો છો ? કે તેનો ઓવરયુઝ કરો છો ? આપ ધીમે ધીમે FB એડીકટેડ તો નથી બની રહ્યા ?
ફેસબુક નો માત્ર યુઝ  કરવો એટલે એકાદ કલાક જેટલો સમય ફેસબુક પર વિતાવવો . અને ઓવરયુઝ એટલે એક કલાક કરતા વધારે . અને યુઝ કરવો એટલે એવું નહિ કે તમે કમ્પ્યુટર કે સ્માર્ટફોન હાથ માં હોય તેને જ યુઝ કર્યું કહેવાય . જો તમે તેના વિષે વિચારો પણ કાર્ય કરો છો તો એ પણ તેમાં જ ગણાય છે .કેમ કે તેટલો સમય તે તમારા મગજ ની સ્પેસ તો રોકશે જ ... ખરું ને ?



જો તમને વિચાર આવતો હોય કે ક્યાંક હું ફેસબુક એડીકટેડ તો નથી ને તો નીચે જણાવેલ મુદ્દાઓ તપાસો . કદાચ તમને જવાબ મળી રહેશે .
  • તમારા દિમાગ માં સતત એ જ વિચારો આવ્યા રાખે છે કે તમે મુકેલી પોસ્ટ પર કોઈ ની લાઈક કે કમેન્ટ આવી હશે કે નહિ ...??
  • કારણ વગર વારે વારે ફેસબુક ની સ્ક્રીન ને રીફ્રેશ કરો છો કે કૈક નવી પોસ્ટ મૂકી કે નહિ તે જોવા .
  • 1 દિવસ પણ જો તમારૂ ઈન્ટરનેટ બંધ હોય તો તમે ટેન્શન માં આવી જાવ છો ? મિત્રો ને ફોન કરીને અપડેટ્સ મેળવો છો ?
  • રેગ્યુલર સાયબર કાફે માં કલાકો વિતાવો છો ?
  • ઓફીસ અવર્સ માં ફેસબુક પર ચોંટી રહો છો ?
  • ટોઇલેટ માં પણ આપ મોબાઈલ કે લેપટોપ લઈને જાવ છો ? (હસો નહિ ... કેટલાક લોકો લઇ જતા હોય છે.)
  • રાત્રે સુતી વખતે ગુડ નાઈટ નો મેસેજ મુકીને અને સવારે ઉઠ્તાવેત મોબાઈલ માં તેનો રિસ્પોન્સ જુવો છો ..??
જો આમાંથી અમુક તમને લાગુ પડે છે તો સાવધાન ...!!! આ બધા ફેસબુક એડીકશન ના લક્ષણો છે .
હવે હું તમને મારા પોતાના વિષે જણાવું તો હું અખા દિવસ માં ફેસબુક નો ટોટલ એકાદ કલાક જેટલો ઉપયોગ કરું છું અને એ પણ જયારે હું સાવ ફ્રી હોઉં ત્યારે . આ સિવાય ના સમય માં માત્ર મોબાઈલ માં ફેસબુક ઓન હોય છે . આ સિવાય કોઈ ઉપયોગી અપડેટ્સ મુકવા માટે જ ફેસબુક નો ઉપયોગ થતો હોય છે . હવે આપની વાત કરીએ . તો આપ ફેસબુક નો કેટલો યુઝ કરો છો ? જો આપ દિવસ ના એક કલાક કરતા પણ વધારે સમય સુધી ફેસબુક પર રહો છો તો તમે સમય વેડફી રહ્યા છો . જો તમે તેના પર બીઝનેસ પ્રમોટ કરતા હોવ ... કે કોઈ સામાજિક સંસ્થા નું કેમ્પેઈન  ચલાવતા હોય ... કે કોઈ અર્થપૂર્ણ કે મહત્વનું કામ કરતા હોય તો તેટલો સમય તમે ફેસબુકનો સદુપયોગ કરો છો .
 ક્યાં પ્રકારના લોકો ફેસબુક નો જરૂર કરતા પણ વધુ ઉપયોગ કરે છે .?
એક સર્વે પ્રમાણે
  • જે લોકોના જીવન માં કોઈ લક્ષ્ય નો અભાવ છે . - The Wanderers
  • જે સતત લોકો નું ધ્યાન આકર્ષિત કરવા માંગતા હોય . - The Attention Seekers
  • જે પોતાના કરતા બીજાની લીફ માં વધુ રસ ધરાવતા હોય  - The Peepers
 ફેસબુક ના ઓવરયુઝ થી શું શું નુકસાન થઇ  શકે છે ?
ઘણા પોઈન્ટ્સ છે પણ આપણે તેમાંથી થોડાક જોઈએ .
1)  અજાણતા જ તમે તમારી ખુશીઓની ચાવી બીજા ના હાથ માં સોપી દો છો :

કઈ રીતે ? FB પર તમારી ખુશી એના આધારિત રહેલી હોય છે કે તમારી મુકેલી પોસ્ટ કે ફોટો પર કેટલી લાઈક અને કમેન્ટસ આવે છે . કેટલાક લોકો ને જો પોતે ધારેલી લાઈક કે કમેન્ટ ના મળે તો બેચેન થઇ જતા હોય છે. દા.ત. તમે નવી ફિલ્મ જોઈ અને તમને તે ખુબ ગમી . પણ જયારે તમે એની પોસ્ટ મુકો છો ત્યારે જરૂરી નથી કે બધા ને ગમે . એટલે તમને જોઈતી લાઈક્સ નથી મળતી અથવા તો કોઈ મજાક ઉડાવે છે ત્યારે તમે દુઃખી થઇ જાવ છો . કોઈ વાર આનાથી ઉલટું પણ બને છે કે તમને ના ગમતી ચીજ કોઈ પોસ્ટ કરે ત્યારે ભલે બધા વખાણ કરે પણ તમને એ પોસ્ટ ના ગમવાથી ચિડાઈ જાવ છો . હું એમ નથી કહેતો કે આવું બધા સાથે થાય પરંતુ મોટાભાગના લોકો ને થોડી ઘણી અસર તો કરે જ છે .
2) તમને બીજાના પ્લસ અને પોતાનામાં માઈનસ પોઈન્ટ દેખાવા માંડશે :
સામાન્ય રીતે બધા લોકો ફેસબુક પર પોતાની સારી સારી વિગતો જ પોસ્ટ કરતા હોય છે .  દા.ત . કોઈ એ પોસ્ટ મૂકી : "Just Got my New I-Phone....its Amazing"કે પછી "Going for Trip of Goa.... m so H@ppy.." ત્યારે માણસ સહજ સ્વભાવ ને લીધે કોઈને તેની ઈર્ષા થઇ શકે . કારણકે તમારા  વિચારો આવશે કે પેલો ગોઆ માં જલસા કરશે ને અપને ઓફીસ માં ઉંધે માથે કામ કરવાનું ...!!  પેલા પાસે નવો આઈફોન આવી ગયો અને આપણી પાસે સાદો મોબાઈલ . જો કે એમની જગ્યા એ તમે હો તો પણ એ જ કરતા હોય છો અને અસલિયત તમે પણ જાણતા હોય છો . તમે એ જ જુઓ છો જે સામેવાળો તમને બતાવવા માંગે છે . તમને ફ્રેન્ડે લીધેલી નવીનકોર કાર દેખાશે પણ તેની પાછળ ના હપ્તા નહિ દેખાય . ફ્રેન્ડ ની સુંદર મજાની ઓફીસ દેખાશે પણ તેની સાથે આવનાર ટેન્શન નહિ દેખાય . અને આ કારણે તમેં તેની ખુશીઓ અને તમારા ટેન્શન વચ્ચે સરખામણી કરશો . અને ધીમે ધીમે લોકો લઘુતાગ્રંથી થી પીડાવા લાગે છે . ફેસબુક ના લીધે ડીપ્રેશન માં આવતા લોકો ની સંખ્યા વધતી જાય છે . જો જો ... ક્યાંક તમે પણ તેના શિકાર ના બની જાવ ....!!!!


3) સાચી ફ્રેન્ડશીપ, ફેમીલી લાઈફ  અને રીલેશનશીપ પર અસર પડી શકે :
મારો એક મિત્ર છે ઘણી વાર ગર્વ થી કહેતો હોય છે "જોયું ...તારા ભાઈના (એટલે કે પોતાના) એકાઉન્ટ માં 900 ફ્રેન્ડસ... " . હું ખાતરીપૂર્વક કહી શકું કે એમના અડધા પણ સામે આવે તો એને આ ભાઈ ઓળખી શકવાના નથી . હકીકત માં ફેસબુક પર આપણા મિત્રો કરતા પરિચિતો વધુ હોય છે . જો કે એમાં કઈ ખોટું તો નથી પરંતુ જો આપણે આવા અધકચરા સંબંધીઓને વધારે પડતો સમય આપીશું તો ક્યાંક ને ક્યાંક આપણા પરિવાર અને સાચા મિત્રો ને જે સમય આપવો જોઈએ તેમાં બાંધછોડ કરવી પડે . જોકે એ વાત સાચી છે કે તેમાં તમારા ફેમીલી મેમ્બર કે ફ્રેન્ડસ પણ હોય જ છે પરંતુ મિત્રો, ફેસબુક તો એક ભીડ જેવું છે અને ભીડ નો કોઈ ચહેરો હોતો નથી . જે સામે આવે છે  તેને લાઈક કર્યું , કમેન્ટ કરી અને આગળ વધી ગયા . કોઈ એક વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ ફેસબુક ના સ્વભાવ માં જ નથી .

4) તમે પોતે એડીક્ટ લોકો ની સાથે સંકળાઈ જાવ છો .
કદાચ કોઈએ Pareto Principle વિષે સાંભળ્યું હશે . આ સિદ્ધાંત પ્રમાણે 80% વસ્તુ બનવા પાછળ 20% વસ્તુ જવાબદાર હોય છે . દા. ત. , કોઈ કમ્પની ની 80 % સેલ્સ તેના 20% ગ્રાહકો ના લીધે જ હોય છે . આવું જ કઈક FB પર પણ થતું હોય છે . 80% અપડેટ્સ 20% લોકો દ્વરા જ થતા હોય છે અને તમે વારે વારે એના જ સંપર્ક માં આવતા જાવ છો . સામાન્ય રીતે આ એ જ એડીક્ટ વ્યક્તિ હોય છે જે નવરાધૂપ આખો દિવસ ફેસબુક પર ચોંટી રહે છે . આવા લોકો સાથે ના ફાલતું વાર્તાલાપ થી માત્ર તમારો સમય જ વેડફાય છે .

5) તમને સોશ્યલી એક્ટીવ હોવાનો ભ્રમ છે ... પરંતુ વાસ્તવિકતા કૈક અલગ જ છે .
ફેસબુક પર લોકો પોતાના ફ્રેન્ડસ ને Hi-Bye કહીને પોતાનો રોલ પૂરો સમજે છે . ધીમે ધીમે આવા રીલેશન યંત્રવત બનતા જાય છે અને જે રૂબરૂ મળતી વખતે જે લાગણી હોય છે એ અહી નથી રહેતી .તમારી જોડે ચેટીંગ ના કરતા ફ્રેન્ડ પ્રત્યે અનાયાસે તમને અણગમો થઇ જાય એવું પણ બની શકે. અને વર્ચુઅલી ટચ માં રહેવાની ટેવને લીધે વાસ્તવિક સંબંધો થી દુર રહી જાઓ છો .

6) સ્વાસ્થ્ય પર અસર  પડી શકે .
FB ના અતિરેક ને લીધે તમને શારીરિક અને માનસિક નુકસાન થઇ શકે છે .સતત કમ્પ્યુટર પર બેસી રહેવાથી તમારી આંખો નબળી પડે છે . અને સતત બેસી રહેવાથી સ્પોનડીલાઈટિસ થઇ શકે છે . અને સતત ઉજાગરા અપૂરતી ઊંઘ ને લીધે ડીપ્રેશન માં આવવાની શક્યતાઓ વધી જાય છે .

7) જીવન નો સૌથી ઉર્જાસભર તબક્કા ને તમે ફાલતું મનોરંજન માં વેડફી નાખો છો .
ફેસબુક વાપરનારાઓ માં મોટાભાગના ટીનેજર્સ તથા યુવાનોનો જ સમાવેશ થાય છે .જો તમે આ age-group માં નથી આવતા તો તમારા માટે આ પોઈન્ટ લાગુ પડતો નથી .
યુવાવસ્થા એવો સમય છે જેમાં આપણાંમાં એનર્જી ની કોઈ કમી નથી હોતી .ક્યારેય વિચાર્યું છે કે જીવનના આ તબક્કા માં જ ભગવાને આપણને  આટલી શક્તિ અને જોશ કેમ આપ્યા છે ? કારણ કે આ વર્ષો આપણા Life Making Years હોય છે . આ સમયે તમારી પાસે કરવા માટે ઘણુબધું હોય છે . જેમ કે ઉચ્ચ અભ્યાસ , કારકિર્દી નિર્માણ , ઘરની જવાબદારીઓ વગેરે . આ સમય છે તમારા દિલ નો અવાજ સાંભળીને તમારા જીવનનો રસ્તો પસંદ કરવાનો, ગળાકાપ સ્પર્ધાના યુગ માં તમારી જાત ને સાબિત કરી બતાવવાનો . માતા-પિતા પાસે હાથ ફેલાવવાના બદલે હાથમાં હાથ રાખીને તેમને ભરોસો આપવાનો . અને આ બધા માટે તમને પોઝીટીવ ઉર્જા ની જરૂર છે . જે ફેસબુક પર વળગી રહેવાથી નથી આવવાની ...!!! કારણ કે ત્યાં તમારા કીમતી સમય અને શક્તિ નો વ્યય થાય છે . તો મિત્રો , તમારા જીવનના બહુમુલ્ય અને એનર્જેટિક દિવસોને એકદમ unproductive ચીજ પાછળ વેડફતા રોકો .
મિત્રો, અંતે એટલું જ કહીશ કે ફેસબુક એક શોર-બકોર ધરાવતા શોપિંગ મોલ જેવું છે . નવરાશનો થોડોક સમય વિતાવશું તો મજા આવશે . ઘણા પરિચિતો સાથે મુલાકાત થશે અને આનંદ મળશે . પણ અહી જ જો ઘર બનાવી લેશો તો બીજાઓના શોર - બકોર માં તમારી જિંદગી જ બહેરી બની જશે . જીવનને બહેરું ન થવા દો.  તમારો સમય , તમારી શક્તિ , તમારી ઉર્જા ને કૈક મોટા ... કૈક મુલ્યવાન અને કૈક શાનદાર કામ માં લગાવો . અને જયારે આપ આવું કરશો ત્યારે માત્ર તમારા ફ્રેન્ડસ જ નહિ તમારા માતા-પિતા અને દુનિયા Like કરશે અને ઉપરવાળો પણ Comment આપશે " Great Job My Son...!!!"


"વ્હાલા વાચકમિત્રો , મારા આ આર્ટીકલ થી જો આપને ફેસબુકનું વળગણ છૂટે તો ફોન કે મેઈલ દ્વારા ચોક્કસ જણાવશો . જેથી આ લેખ કેટલો સાર્થક થયો છે તે ખબર પડે . "

Monday, July 8, 2013

Net Banking : July 2013 Cyber Safar Magazine નેટ બેન્કિંગ : જો જો ...!!! શોપિંગ ની મજા ન બને સજા ....!!!!

વ્હાલા વાચકમિત્રો ,  સમયના બ્રેક બાદ ફરી આપની સમક્ષ સાયબર સીક્યોરીટી ફિલ્ડ વિષે અવનવી રસપ્રદ માહિતીસભર આર્ટીકલ ફરીથી આપની સમક્ષ રજુ કરી રહ્યો છું . તે
પહેલા આટલા લાંબા અંતરાય નું વાજબી કારણ જણાવી દઉં .મિત્રો , 3 વર્ષ થી આ ફિલ્ડ માં કાર્યરત હોવાથી અનુભવ, જાણકારી તથા સતત અભ્યાસ દ્વારા એટલુ તારણ કાઢી શકું કે સાયબર ક્રાઈમ ના વધતા જતા વ્યાપ ને લીધે જેટલા બનાવો બને છે તેની પાછળનું કારણ મોટાભાગે જે-તે ભોગ બનેલા વ્યક્તિ ની બેદરકારી અથવા જાણકારી નો અભાવ જ હોય છે . સાયબર ક્રાઈમ ને લગતા વિવિધ બનાવો ધીમે ધીમે વધતા જતા હોવાથી આ ક્ષેત્ર માં નવી પેઢી ને જરૂરી અને યોગ્ય માર્ગદર્શનની સાથે સાથે પોતાનું ઉજ્જવળ કરિયર પણ બનાવી શકે તેવા હેતુ થી અમે એક સાયબર સીક્યોરીટી ટ્રેનીંગ સેન્ટર જુનાગઢ ખાતે શરુ કરેલ છે . જેમાં કોઈપણ વિદ્યાર્થી કે પ્રોફેશનલ
વ્યક્તિ સાયબર સિક્યોરીટી અને એથીકલ હેકિંગ ની સાથેસાથે અન્ય જરૂરી વિષયો પર જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે તથા તેમાં પોતાનું કરિયર બનાવી શકે છે .

હવે મૂળ મુદ્દા પર આવીએ . તા :- 15 જૂન શનિવારે સવારે ન્યુઝપેપર માં મોટા અક્ષરો માં સમાચાર છપાયા કે મુંબઈની  એક્સીસ બેંકની શાખામાંથી પોલીસ ડીપાર્ટમેન્ટ સહીત કુલ 36 ખાતાઓમાંથી પંદર લાખ ની વધુ રકમ ની ઉચાપત કરવામાં આવી . પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈ પોલીસ ના પગાર સહિતના બેંક ખાતા ને હેક કરીને ગ્રીસ માં કોઈ અજ્ઞાત શખ્સ દ્વારા લાખો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા . આ કેસ માં તપાસ કરી રહેલા ડીસીપી શ્રી વિનાયક દેશમુખ ના જણાવ્યા અનુસાર આ રકમ એટીએમ મશીન દ્વારા વિડ્રોલ કરવામાં આવી છે . જેમાં પોલીસ કર્મચારીઓ ના 12 એકાઉન્ટ માંથી 2,21,000 રૂપિયાનો પણ સમાવેશ થાય છે . સામાન્ય નાગરિકો ના હેક થયેલ બેંક એકાઉન્ટ ની તપાસ કરતા પોલીસ કર્મચારીઓ જ હેકિંગ નો ભોગ બનતા પોલીસ વિભાગ માં ખળભળાટ મચી ગયો છે . કેટલાક પોલીસ ને મોબાઈલ મેસેજ દ્વારા પોતાના રૂપિયા યુરો કરન્સી રૂપે ઉપડ્યા ની જાણ થઇ . પરંતુ ત્યારે બહુ મોડું થઇ ગયું હતું . એક્સીસ બેન્કે આ માટે મુંબઈ પોલીસનો સંપર્ક સાધતા રાજ્ય ના પોલીસ વડા શ્રી સંજીવ દયાલે સીનીયર અધિકારીઓ સાથે ની બેઠક બાદ આ નાણાં પરત મેળવવામાં આવશે તેવી ખાતરી આપી હતી.  

હવે એ નાણાં ક્યારે પાછા મળે, ક્યારે ગુનેગારો પકડાય, તેને સજા મળે ત્યાર ની વાત ત્યારે પણ હમણાં તો આપણે એ વિચારવાનું કે આવું કેમ થાય છે અને આપણી સાથે ના થાય તે માટે શું કરવું . એવું નથી કે અહી ભૂલ ખાતાધારકો કે પોલીસની છે પરંતુ વાત પાણી પહેલા પાળ બાંધવાની છે . જો બેન્કિંગ સેક્ટર માં બેદરકાર રહ્યા તો આવું આપની સાથે બનતા વાર નહિ લાગે . ઈ-કોમર્સ ક્ષેત્રમાં આવેલ ક્રાંતિ ના
પરિણામે નાનકડી બુક થી માંડી ને લાખો ની કાર પણ આપણે ઈન્ટરનેટ દ્વારા ખરીદી શકીએ . નેટ બેન્કિંગ દ્વારા આપણા માટે દુનિયાભરની વેપારી કંપનીઓ રેડ કાર્પેટ પાથરીને બેઠી છે . જાતજાતની લોભામણી ઓફરો થી નાના- નાના બાળકો થી માંડીને મોટેરાઓ સુધી ના તમામ વર્ગને આકર્ષવા દરેક વેબ્સાઈટ તૈયાર છે . ભૂખ લાગી છે...??? પીઝા મંગાવો ..., પિક્ચર જોવું છે ? ટીકીટ મંગાવો ... મેરેજ માં જવાનું
છે ??? કપડા મંગાવો .... ગર્લફ્રેન્ડ ને પ્રપોઝ કરવાનું છે ...??? ડાયમંડ રીંગ મંગાવો .... !!! ફેમીલી ટૂર પર જવું છે ???... રેલ્વે- ફ્લાઈટ ટીકીટ બુક કરાવો.... તમારે કોઈ વસ્તુ માટે દુકાન સુધી લાંબુ થવાની જરૂર જ નથી . અને પેમેન્ટની પણ કોઈ ચિંતા નથી ..ક્રેડીટ કાર્ડ - ડેબીટ કાર્ડ દ્વારા ગમે તે ખરીદી શકો
છો એ પણ ઘેરબેઠા . દરેક બેંક હવે નેટ-બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ ની સુવિધા આપે જ છે .

*નેટ બેન્કિંગ  :- કેટલું પ્લસ કેટલું માઈનસ ?*

 નેટ બેન્કિંગ ની સુવિધા ગ્રાહકો માટે આશીર્વાદ સમાન ગણી શકાય . આ માટે દરેક બેંક દ્વારા ગ્રાહકો ની સુરક્ષા ને ધ્યાન માં લઈને SSL (સિક્યોર સોકેટ લેયર) ધરાવતા પેજ પર જ ટ્રાન્ઝેક્શન થાય તેવો આગ્રહ રાખવામાં આવે છે . બેંક પોતે પણ ખાસ હાઈ-ફાઈ સિક્યોર નેટવર્ક સિસ્ટમ વડે સજ્જ હોય છે જેમાં બ્રીચ (ભંગાણ) ની શક્યતા નહીવત હોય છે . તો પછી ? આટલા બેન્કિંગ ફ્રોડ ના બનાવો કેમ બને છે ?
કેમ કોઈ નું બેન્કિંગ એકાઉન્ટ હેક થઇ જાય ? કેમ કોઈ ના ખાતામાંથી પૈસા ઉપડી જાય ? મોટાભાગે ખાતેદાર કે ગ્રાહક ની નાનકડી ભૂલ ને કારણે જ બનાવો બનતા હોય છે. મોટાભાગના ગ્રાહકો નેટબેન્કિંગ માટે પર્સનલ કમ્પ્યુટર નો ઉપયોગ કરે છે . મોટાભાગના પર્સનલ કમ્પ્યુટર પોતે જ સુરક્ષિત હોતા નથી . ખાસ કરીને વિન્ડોઝ પર ચાલતા પીસી . આવા લૂપહોલ્સ (સુરક્ષા માં ખામી) નો લાભ લઈને હેકર્સ તમારા
ઈન્ટરનેટ બેંક એકાઉન્ટ ને એક્સેસ કરીને તમારી ઓળખ આપીને ફ્રોડ કરી શકે છે . કેટલીક વાર બેંક આ તફાવત ને ઓળખવામાં નિષ્ફળ નીવડે છે અને જ્યાં સુધી માં તમને ખબર પડે ત્યાં સુધીમાં તો તમારા રૂપિયાનો ઉપાડ કે ટ્રાન્સફર થઇ ચુક્યું હોય છે.

તો ચાલો હવે જાણીએ કે આવું આપણી સાથે ના થાય તે માટે કઈ કઈ સાવચેતીઓ રાખવી
જોઈએ . નેટ બેન્કિંગ માટે મુખ્યત્વે બે પ્રકારની સિક્યોરીટી  પડે છે .
1) ઓનલાઈન - સર્વર સિક્યોરીટી
2) ઓફલાઈન - ડેસ્કટોપ સિક્યોરીટી
જો તમે તમારા કાર્યક્ષેત્ર માં કે કોઈ જાહેર જગ્યાએ જેમ કે મોલ્સ , સાયબર કાફે
જેવી જગ્યા એ નેટ બેન્કિંગ કરતા હો તો તે જોખમી છે કારણ કે મોટાભાગના પબ્લિક પ્લેસમાં કમ્પ્યુટર સેફટી પર ધ્યાન આપવામાં આવતું નથી . હેકર્સ માટે આવા ખુલા પીસી મોકળુ મેદાન બની રહે છે . તેઓ આવા કમ્પ્યુટર માં જાતજાત ના હેકિંગ સોફ્ટવેર - જેવા કે કી- લોગર્સ, સ્પાયવેર , ટ્રોજન્સ વગેરે . જેના દ્વારા
તમારા યુઝર આઈડી અને પાસવર્ડ સહીત બધી માહિતી ચોરી ને તેનો દુરુપયોગ કરી શકે
છે .

*ઉપાય :*- દરેક બેંક વેબસાઈટ પોતાના ઈન્ટરનેટ બેન્કિંગ ના ગ્રાહકોની સુરક્ષા
ને ધ્યાન માં રાખીને વર્ચ્યુઅલ કીપેડનો ઓપ્શન રાખે છે જેથી કરીને આવા
કી-લોગર્સ થી બચી શકાય . સાથોસાથ કમ્પ્યુટરમાં એક વાર સ્પાયવેર સ્કેનર વડે
સ્કેન કરીને પછી ટ્રાન્ઝેક્શન કરવું વધુ હિતાવહ છે .


ઓનલાઈન શોપિંગ વખતે ક્યારેય ઉતાવળમાં અજાણી લિંક પર કે અચાનક ડિસ્પ્લે થતી
વિન્ડો પર ક્લિક ના કરવું . દા . ત ., મોટાભાગના બ્રાઉઝરમાં પાસવર્ડ સેવ
કરવાનો ઓપ્શન આપેલો હોય છે કે જેવો તમે પાસવર્ડ નાખો કે તરત જ બ્રાઉઝર તમારે એ
પાસવર્ડ સેવ કરવો છે કે નહિ તે પૂછે છે . કેટલાક લોકો વાચ્યા વગર જ OK કે YES
બટન ક્લિક કરી દે છે અને તમારો પાસવર્ડ બ્રાઉઝર માં સેવ થઇ જાય છે . જે
પાસવર્ડ ને અમુક ટુલ્સ વડે આસાનીથી કોઈપણ વ્યક્તિ જોઈ શકે છે .

જો આપ ઈન્ટરનેટ બેન્કિંગ ઘરેથી જ કરતા હોય તો પણ તમારે વધુ સાવધાની રાખવાની
જરૂર રહે છે . કમ્પ્યુટર માં તો ચાલો ઠીક છે  કે કલાક બેઠા અને તેટલા સમય
પુરતી સાવધાની રાખીએ એટલે ચાલે પણ પર્સનલ કમ્પ્યુટર પર તો ઈન્ટરનેટના વપરાશનું
કોઈ માપ ન રહેતું હોવાના લીધે કોઈ સમયમર્યાદા રહેતી નથી . એક કાઠીયાવાડી કહેવત
મુજબ  "બિલાડી ઘર ભાળી જાય " તેમ હેકર્સ તમારી નાનકડી લાપરવાહી ની જ રાહ જોતા
હોય છે કે જેથી તમારા પીસી માં યેનકેન પ્રકારે પ્રવેશ મેળવી શકે . જો એકવાર
તેના ટ્રોજન કે સ્પાયવેર કે કી-લોગર્સ કે અન્ય કોઈ સોફ્ટવેર દ્વારા તે તમારા
કમ્પ્યુટર માં પ્રવેશ મેળવી લે તો કાયમી ધોરણે તમારા કમ્પ્યુટર નો ઉપયાગ કરવા
સક્ષમ છે .

ઉપાય :- સૌપ્રથમ તમારા ડેસ્કટોપ વિષે પુરેપુરી જાણકારી મેળવી લો કે તે તે
બધી રીતે સેફ છે કે નહિ . જો કોઈ ખામી હોય તો તેનું યોગ્ય નિવારણ કરો . જેમ કે
સિસ્ટમ સ્કેન કરવી, એન્ટીવાઈરસ અપડેટ કરવો , ફાયરવોલ ઓન કરવી  વગેરે .

"....ઈન્ટરનેટ ફ્રોડ કેસ માંથી 14 % જેટલા ફ્રોડ કેસ ક્રેડીટ કાર્ડના હોય છે . આવા
કેસ માં મોટાભાગે ક્રેડીટ કાર્ડ કમ્પની પાસે તેના દરેક ટ્રાન્ઝેક્શન ની રજેરજ
ની માહિતી હોવાથી આવ કેસમાં વહેલા-મોડા ક્રિમિનલ્સ પકડાઈ જતા હોય છે પણ ત્યાં
સુધી માં જે તો ગ્રાહકની રકમ વપરાઈ જ ગઈ હોય છે ...."

*ઉપાય :-*  ક્રેડીટ કાર્ડ વાપરો કે ના વાપરો , દર મહીને તેના સ્ટેટમેન્ટ થી
વાકેફ રહો . કોઈપણ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય તો તરત જ બેંક નો સંપર્ક કરો .
ક્રેડીટ કાર્ડ નમ્બર નાખતી વખતે વેબપેજ SSL લેયર પર છે કે નહિ તે ચેક કરી
લેવું .

મોબાઈલ બેન્કિંગ :- જમાના સાથે હાઈટેક થતી બેંક માં ગ્રાહકોની સુવિધા માટે
દરેક બેંક હવે મોબાઈલ બેન્કિંગ ની સુવિધા આપે છે . આપના નાના-મોટા બીલ ભરવા
માટે ,મોબાઈલ રીચાર્જ કરવા, પૈસા ટ્રાન્સફર કરવા સહીત ની ઘણી સુવિધા મોબાઈલ પર
પૂરી પાડે છે . મોબાઈલ બેન્કિંગ સેફટી અંગે તો એટલું જ ધ્યાન રાખવાનું કે
તમારો મોબાઈલ જ્યાં સુધી તમારી પાસે છે ત્યાં સુધી જ સુરક્ષિત છે . જો તમારો
મોબાઈલ ચોરાઈ ગયો અને ભૂલથી તમારું બેન્કિંગ એકાઉન્ટ ઓપન રહી ગયું તો મુસીબત
માં મુકાઈ શકો છો .

*ઉપાય :-*  મોબાઈલ માં ભલે કંટાળો આવે છતાં લોગીન - લોગ-આઉટ ની ટેવ રાખો .
કોઈપણ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન નો મેસેજ મોબાઈલ દ્વારા મળી જાય તે માટે SMS
સર્વિસ ઓન રાખો . મોબાઈલ માં એન્ટી થેફ્ટ સોફ્ટવેર ઓન રાખો . અને બને તો
મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ નાછૂટકે જ કરવો .

આ ઉપરાંત ના કેટલીક ઉપયોગી સિક્યોરીટી ટીપ્સ સેફ ઈન્ટરનેટ બેન્કિંગ માટે :-
- નકલી બેંક વેબસાઈટ થી સાવચેત રહો . હેકર્સ તમને તેની નકલી વેબસાઈટ પર ગમે તે રીતે આકર્ષવાનો પ્રયત્ન કરશે . પણ નેટબેન્કિંગ વખતે હમેશા વેબસાઈટનું URL ચેક કરી લેવું . કારણ કે ચાલક હેકર્સ બેંક ની વેબસાઈટના ભળતા નામ પર જ નકલી વેબસાઈટ બનાવે છે . દા .ત . , www.axisbankonline.com એ સાચી બેન્કિંગ વેબસાઈટ છે જેના પરથી હેકર્સ નકલી વેબસાઈટ બનાવે છે www.axisonlinebank.comબનાવે છે . જેમાં ગ્રાહક ભોળવાઈ જાય છે .
 
- બેંક ની ઈન્ટરનેટ પોલીસી ને એક વાર નિરાતે વાચી લેવી . કેટલીક બેંક માં અમુક રકમ થી વધારે ટ્રાન્સફર કરવા માટે એક અલગ સ્ટ્રોંગ પાસવર્ડ હોય છે .

- દર મહીને પાસવર્ડ બદલતા રહો અને તેને ક્યાય લખવાના બદલે માત્ર યાદ રાખો .
   
- ધારી શકાય તેવા પાસવર્ડ ના રાખવા જેમ કે વ્યક્તિનું નામ , જન્મતારીખ , મોબાઈલ નંબર વગેરે
   
- આપના બ્રાઉઝર ને અને ઓપરેટીંગ સિસ્ટમ ને અપડેટ રાખો . સિક્યોરીટી સોફ્ટવેરને પણ રેઅ ગ્યુલર અપડેટ રાખો . સિક્યોરીટી સોફ્ટવેર હમેશા વિશ્વાસુ વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરવાનો આગ્રહ રાખવો .
   
- ઓનલાઈન શોપિંગ કે પેમેન્ટ કર્યા પછી બેન્કિંગ પોર્ટલ ને લોગ - આઉટ કરવાનું ભૂલશો નહિ . પબ્લિક કમ્પ્યુટર માંથી સીધું બ્રાઉઝર બંધ કરવાને બદલે તેની હિસ્ટ્રી અને સેશન ક્લીયર કરી નાખવા .
   
- એન્ટીવાઈરસ ની ફાયરવોલ ઉપરાંત એક ફાયરવોલ ઇન્સ્ટોલ કરી રાખો અને તેને રોજ
   ઓટોમેટીક અપડેટ કરાવો .

- ઘણી બેંકોમાં "Last Login Panel" ની લિંક આપે છે . તેનો સદુપયોગ કરવો . જો કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય તો બેંકનો સંપર્ક કરવો।
   
- ઈન્ટરનેટ બેન્કિંગ કરતી વખતે કમ્પ્યુટર ખુલ્લું છોડીને જવું નહિ .
   
- વારેવારે આવતા લોભામણી જાહેરાતો ના ઈ-મેઈલ્સ થી છેતરાવું નહિ .
  
 - બેંક ના નામે આવતા ઈ-મેઈલ્સ માં જો ઈ-મેઈલ-આઈડી , પાસવર્ડ, ક્રેડીટ કાર્ડ નમ્બર કે અન્ય પર્સનલ માહિતી આપવી નહિ . આવા વ્યવહારો બને ત્યાં સુધી બેંક માં રૂબરૂ જ કરવા .
   
- જો એક કરતા વધારે બેંક એકાઉન્ટ વાપરતા હોય તો બધા માટે સરખો પાસવર્ડ
   વાપરવો નહિ .
  
- શક્ય હોય ત્યાં સુધી ક્યારેય સાયબર કાફે માંથી ઓનલાઈન શોપિંગ ન કરવી કેમ
   કે બેંક ફ્રોડ નો સુધી વધુ ખતરો ત્યાં જ રહે છે .
   
- વેબ્સાઈટમાં નીચે જમણી તરફ પેડલોક નો સિમ્બોલ ચેક કરી ને જ આગળ પ્રોસેસ
   કરવી.
  
તો આ રીતે ઓનલાઈન બેન્કિંગ સુવિધાનો સલામત રહીને ઉપયોગ કરવાથી આ સેવા આપના
માટે આશીર્વાદરૂપ બની રહે છે અને જમાનાથી એક કદમ આગળ રહીને મોટી મોટી લાઈનો થી
બધીને સમય અને શક્તિ નો બચાવ કરી શકીએ છીએ .

આપના અભિપ્રાયો તથા પ્રશ્નો આવકાર્ય છે :- ઈ-મેઈલ  :- milap_magic@yahoo.co.in
લેખક :- મિલાપ ઓઝા
સાયબર સિક્યોરીટી એક્સપર્ટ
એપીન ટેકનોલોજી લેબ , જુનાગઢ
90330 18333

Sunday, June 2, 2013

My Latest Article in Kathiyavad POst : Mission Education - 2013 *** ભારત માં ઇન્ફોર્મેશન સિક્યોરીટી ક્ષેત્રે કારકિર્દી ની ઉજ્જવળ તક **


ભારતમાં ઇન્ફોર્મેશન સિક્યોરીટી ક્ષેત્રે કારકિર્દીમાં વિપુલ સંભાવનાઓ રહેલી છે . આધુનિક યુગમાં કમ્પ્યુટર સિક્યોરીટી એ દરેક નાના મોટા બીઝનેસ તથા પર્સનલ લાઈફ માં અનિવાર્ય છે . કોઈપણ બીઝનેસ માં કે અંગત જીવન માં પ્રાઈવેટ ઇન્ફોર્મેશન ની સિક્યોરીટી અંગે ખાસ મહત્વ આપવામાં આવે છે .

તાજેતર ના રીસર્ચ રીપોર્ટ પ્રમાણે 2013 માં ગ્લોબલ ઇકોનોમિક સ્લોડાઉન અને ઇન્ફોર્મેશન સિક્યોરીટી એ દરેક નાની મોટી કંપનીઓ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે . ઉપરાંત 2008-09 થી આઈટી સિક્યોરીટી નું માર્કેટ 60 બિલિયન યુએસ ડોલર નું થઇ ગયું છે જેમાં 2013 સુધીમાં દર વર્ષે સરેરાશ 12% નો વધારો થઇ રહ્યો છે .

2007 - ઇન્ફોર્મેશન સિક્યોરીટીની સર્વિસ અને પ્રોડક્ટ્સ નું માર્કેટ અંદાજીત $ 54.5 બિલિયન નું હતું . પરંતુ ત્યારે આ માર્કેટ અમુક વિકસિત દેશો જેવા કે યુએસ , કેનેડા, ફ્રાંસ ,ઇટલી, જર્મની , જાપાન અને યુકે પુરતું મર્યાદિત હતું . 

2009 - ગ્લોબલ સિક્યોરીટી માર્કેટ માં વાર્ષિક 15.5% નો વધારો .

2012 - પૃથ્વી ના પ્રલય ની અફવાઓથી પણ સિક્યોરીટી માર્કેટ 17.5 % ના વધારા સાથે આ બીઝનેસ માં 38.3 બિલીયન યુએસ ડોલર્સ નો વધારો થયો .

ઇન્ફોર્મેશન સિક્યોરીટી અને એથીકલ હેકિંગ

ઇન્ફોર્મેશન સિક્યોરીટી એ કોઈપણ હાર્ડવેર , સોફ્ટવેર કે નેટવર્ક ને કોઈપણ કુદરતી આફતો સમયે અથવા તો વાયરસ કે હેકિંગ એટેક વગેરે થી સુરક્ષિત રાખવા માટે અત્યંત આવશ્યક છે . ખાસ કરીને ઈલેક્ટ્રોનિક ડેટા કે જે કોઈપણ કંપની માટે સૌથી સંવેદનશીલ પરિબળ છે . બીજા શબ્દો માં કહીએ તો ઇન્ફોર્મેશન ને તથા ઇન્ફોર્મેશન સિસ્ટમ ને બહારના અનધિકૃત વ્યક્તિઓ , હરીફો તથા કમ્પ્યુટર ક્રિમિનલ્સ થી બચાવવી એ દરેક કમ્પની ની પ્રાથમિક જરૂરિયાત હોય છે . ઇન્ફોર્મેશન સિક્યોરીટી પ્રોફેશનલ્સ ને અન્ય પ્રોફેશનલ્સ કે ડેવલપર્સ ની સરખમણી એ  ક્યારેય રીસેશન નડતું નથી . એક સર્વે પ્રમાણે સાયબર ક્રાઈમ ની વધતી જતી સમસ્યા ના કારણે સાયબર સિક્યોરીટી ક્ષેત્રે જે લોકો પોતાના ટેલેન્ટ ને કોમ્પુટર ઇન્વેસ્ટીગેશન તરીકે અજમાવવા માંગે છે તેમના માટે અહી સુવર્ણ તક રહેલી છે . કારણ કે સાયબર ક્રાઈમ્સ નો વધતો જતો ઉપદ્રવ થોડા ઘણા અંશે બધા ને અસર તો કરે જ છે .

શા માટે ઇન્ફોર્મેશન સિક્યોરીટી જરૂરી છે ?

છેલ્લા પાંચ વર્ષો માં હેકિંગ ના ગુનાઓ , ડેટા ની ચોરી , વાયરસ વગેરે સાયબર ક્રાઈમ્સ નો વ્યાપ ચિંતા નો વિષય બની ગયો  છે . આ જ કરને ઇન્ફોર્મેશન સિક્યોરીટી આજે બોર્ડરૂમ લેવલ નો ચર્ચા નો મુદ્દો બની ચુક્યો છે . આ માટે ની ટ્રેનીંગ તથા પ્રોડક્ટ્સ ની હવે દરેક કંપનીઓ ને જરૂર પડે જ છે . કમ્પનીના કર્મચારીઓ પાસે બેઝીક સિક્યોરીટી નું જ્ઞાન ન હોવાથી ભારત માં ઘણી કંપનીઓમાં ઇન્ફોર્મેશન સિક્યોરીટી ના નિયમોનું પાલન ફરજીયાતપણે કરાવવામાં આવે છે . વિશ્વસ્તરે ઇન્ફોર્મેશન સિક્યોરીટી ઇન્ડસ્ત્રી 21% ના વાર્ષિક ગ્રોથ સાથે આગળ વધી રહી છે .

સાયબર સિક્યોરીટી ક્ષેત્રે કેરિયર

2012 થી જ એશિયન-પેસિફિક  દેશો માં ઇન્ફર્મેશન સિક્યોરીટી સ્લોયુશન્સ  નું માર્કેટ જોરદાર રહેવા લાગ્યું છે . દુનિયાના કોઈ પણ મોટા સેક્ટર ઇન્ફોર્મેશન સિક્યોરીટી સેક્ટર સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા  છે .
જેમ કે
  •     બેન્કિંગ સેક્ટર
  •     એવિએશન  ઇન્ડસ્ટ્રી
  •     કોર્પોરેટ સેક્ટર
  •     એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુશન
  •     આઈટી , સોફ્ટવેર
  •     BPO , KPO
  •     ટેલીકોમ સેક્ટર
  •     ઈ-કોમર્સ  બીઝનેસ
  •     ગવર્મેન્ટ સેક્ટર
    જેવા કે
        સાયબર ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન સેલ
        ગ્લોબલ સિક્યોરીટી એજન્સી
        ઇન્ફોર્મેશન સિસ્ટમ સિક્યોરીટી એસોસીએશન
        નેશનલ ઇન્ફોર્મેશન સિક્યોરીટી ટેસ્ટીંગ એન્ડ સર્ટીફીકેશન સેન્ટર

કઈ કઈ જોબ્સ મેળવી શકો ...?
સાયબર સિક્યોરીટી ક્ષેત્રે નોકરીઓ ની શ્રેષ્ઠ તકો ઉપલબ્ધ છે . જેમાંથી કેટલીક પોસ્ટ નીચે મુજબ છે .
  •     સાયબર સિક્યોરીટી પ્રોફેશનલ
  •     ઇન્ફોર્મેશન સિક્યોરીટી પ્રોફેશનલ
  •     IS એક્ઝીક્યુટીવ
  •     ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓડીટર
  •     સિક્યોરીટી એડવાઈઝર
  •     સોફ્ટવેર ડેવલપર
  •     આઈટી સ્પેશ્યાલીસ્ટ
  •     આઈટી સીસ્ટમ એક્ઝીક્યુટીવ
  •     આઈટી કન્સલટંટ
  •     જુનીયર પ્રોગ્રામર
  •     આસીસ્ટંટ સોફ્ટવેર ડેવલપર
  •     જુનીયર સોફ્ટવેર ટેસ્ટ એન્જીનીયર
  •     R & D એક્ઝીક્યુટીવ
  •     સિક્યુરીટી કન્સલ્ટન્ટ
  •     સીસ્ટમ એન્જીનીયર
  •     નેટવર્ક એન્જીનીયર
  •     નેટવર્ક એડ્મીનીસ્ટ્રેટર
  •     ટેકનોલોજી એવેન્જેલીસ્ટ  વગેરે વગેરે .....

તો આ પ્રકાર ની કરિયર પ્રોફાઈલ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના ગ્રેજ્યુએશન દરમિયાન જ આકર્ષક પેકેજીસ ધરાવતી જોબ્સ મેળવી શકે છે . એક રીસર્ચ પ્રમાણે હાલ માં ભારત માં 4 લાખ 50 હજાર સિક્યોરીટી પ્રોફેશનલ્સ ની જરૂર છે જેની સામે અત્યારે માત્ર 45 થી 50 હજાર કાબેલ પ્રોફેશનલ્સ છે . તો આપ વિચારી શકો છો કે આ ક્ષેત્ર માં કરિયર બાદ ભરપુર તકો રહેલી છે . સર્ટીફાઇડ એથીકલ હેકર્સ ની દરેક કમ્પની માં માંગ છે .

દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ અલગ અલગ કોલેજ તથા યુનીવર્સીટી માંથી ગ્રેજ્યુએશન કરીને બહાર નીકળે છે . પરંતુ માત્ર કોલેજમાં  ટોપ સ્કોર કરેલા વિદ્યાર્થીઓ સિવાય મોટા ભાગના વિદ્યાર્થીઓ ની સારી કમ્પની માં જોબ ની આશા પર પાણી ફરી વળે છે . કેટલાક નાની મોટી જોબ કરીને સંતોષ રાખે છે તો કેટલાક તો વળી સાવ બેકાર રહે છે . આ માટે નું કારણ એ છે કે કંપનીઓ માં માત્ર ટેલેન્ટેડ અને જેમની પ્રેક્ટીકલી કુશળ હોય એવા જ લોકો ને જોબ મળે છે . જેથી તેઓ જોબ ના પહેલા દિવસ થી જ પોતાનો કાર્યભાર કુશળતા થી સંભાળીને કમ્પની ને મદદરૂપ થાય .

આ માટે જ સાયબર સિક્યોરીટીના ફિલ્ડ માં અમુક કંપનીઓ પ્રોફેશનલ ટ્રેનીંગ પૂરી પાડે છે જે ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો પ્રમાણે તેમને સર્વિસ પૂરી પાડી શકે . ભારત માં આ માટે અમુક પ્રખ્યાત આઈટી સિક્યોરીટી કંપનીઓ વિદ્યાર્થીઓ ને આ માટે ની ઉત્તમ ટ્રેનીંગ આપીને સારા માં સારી જોબ અપાવે છે . હવે આઈટી સિક્યોરીટી માં ડીપ્લોમાં તથા ડીગ્રી પણ મેળવી શકાય છે જે ખુબ જ ઉજ્જવળ કારકિર્દી માટે આવશ્યક છે . આ માટે અમુક યુનીવર્સીટી માં આ માટે ના અલગ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે . સામાન્ય રીતે મોટા ભાગના અભ્યાસક્રમો ધો। 12 પછી કરી શકાય છે . આ માટે BCA , ડીપ્લોમાં ઇન ઇન્ફોર્મેશન સિક્યોરીટી , ઉપરાંત સર્ટીફીકેટ કોર્સ બેસ્ટ રહેશે .

સાયબર સિક્યોરીટી નો કન્સેપ્ટ ભારત માં નવો છે અને સફળતા ના શિખર સુધી લઇ જનારો છે . સાયબર ક્રાઈમ્સ નો ઉપદ્રવ વધી રહ્યો છે અને હજી પણ વધતો જતો હોવાને  લીધે આ સેક્ટરમાં અત્યારે ચાંદી છે  . સાયબર ક્રિમિનલ્સ ને પકડવા કે ખુલ્લા પાડવા માટે અને તેની સામે ના રક્ષણ માટે એક સિક્યોરીટી સ્પેશ્યાલીસ્ટ તરીકે એકદમ કૂલ , પ્રતિષ્ઠિત અને પૈસા કમાવાની સોનેરી તકો અહી રહેલી છે .

અહી કેટલીક યુનીવર્સીટી તથા પ્રતિષ્ઠિત કંપનીઓ દર્શાવેલ છે જ્યાંથી આપ આ કોર્સ માટેની માહિતી મેળવી શકો છો . ઉપરાંત ધ્યાન માં રહે કે ડિસ્ટન્સ લર્નિંગ કરતા રેગ્યુલર માં જ ટ્રેનીંગ વધુ હિતાવહ છે . 
  •     Appin Technology Lab - New Delhi - Certification, Diploma, Degree & Master in Information Security
  •     Asian School of Cyber Law - Pune - Diploma & Certification in Cyber Law
  •     Madras University - Chennai - Msc. in Information Security
  •     IMT - Gaziabad - Msc. in Cyber Security
  •     Innobuzz - Certification
  •     AFCEH - Certification

લેખક :- મિલાપ ઓઝા -
ઇન્ફોર્મેશન સિક્યોરીટી  એક્સપર્ટ
એપીન ટેકનોલોજી લેબ - જુનાગઢ
આ લેખ અંગે ના આપના પ્રતિભાવો કે પ્રશ્નો આપ ઈ-મેઈલ કે ફોન દ્વારા જણાવી શકો છો .
કોન્ટેક્ટ નં : 90330 18333
ઈ-મેઈલ - milap_magic@yahoo.co.in
Web : milapoza.blogspot.com

Wednesday, March 6, 2013

Article on March 2013 - ફેસબુક પ્રાઈવસી


હેલ્લો ફ્રેન્ડઝ , મારા પાછલા આર્ટીકલ "ફેસબુક હેકિંગ :ટીપ્સ એન્ડ ટ્રીક્સ" ને મળેલા સફળ પ્રતિસાદ તથા ઘણા વાચકમિત્રોની ખાસ ફરમાઇશને ધ્યાનમાં લઇ ને આજે ફરી આપ સમક્ષ આપના મનગમતા ફેસબુક પર જ મારો નવો આર્ટીકલ ફેસબુક પ્રાયવસી પર  રજૂ કરી રહ્યો છું।
      આગળ વધતા પહેલા ચાલો જરા ઈતિહાસ ના પાના ફંફોળી લઈએ અને જાણીએ કે આ ફેસબુક આખરે આવ્યું કઈ રીતે અને કઈ રીતે તેણે  વિશ્વની સૌથી મોટી સોશ્યલ નેટ્વર્કિંગ વેબ્સાઈટનું બિરુદ મેળવ્યું। હાવર્ડ  યુનિવર્સીર્ટી માં અભ્યાસ કરતા માર્ક ઝુકરબર્ગ દ્વારા 2004 માં ફેસબુક અસ્તિત્વ માં આવ્યું જેનું સાચું નામ "ધ ફેસબુક"  હતું .  શરૂઆતના દિવસો માં કેમ્પસ માં તે ખાસ્સું લોકપ્રિય બની ગયેલું . થોડા સમય બાદ ઝુકરબર્ગ દ્વારા અન્ય બે વિદ્યાર્થીઓ ડસ્ટન મોસ્કોવીત્ઝ અને ક્રીસ હેગ્સ ને પોતાના સહાયક તરીકે નિમણુક કરવામાં આવી। અને પછી તો થોડા જ મહિનાઓમાં સમગ્ર દેશમાં બધી જ કોલેજોને સાંકળીને "ધ ફેસબુક" સફળતા ના શિખરો સર કરવા માંડી। 
આજે ફેસબુક વિશ્વમાં 1.01 બિલીયન યુઝર્સ સાથે ટોપ સોશ્યલ નેટવર્કીગ વેબસાઈટ છે .જેમાં 4.5 મિલિયન લોકો મોબાઈલ દ્વારા પણ ફેસબુક વાપરે છે .  ફેસબુક વાપરનારા ટોપ 10 દેશો માં ભારત 3જા સ્થાન પર છે .અત્રે  આપને જણાવી દઉં કે ભારતમાં 7 કરોડ થી વધુ લોકો ફેસબુક પર છે .એક અંદાજ પ્રમાણે ફેસબુક યુઝર્સ ની સરેરાશ સંખ્યા માં દર વર્ષે 26 % નો વધારો થઇ રહ્યો છે .(આવનારા જમાનામાં કોઈ એવું પણ પૂછી શકે  "અરે રે ... તમે ફેસબુક પર નથી ??? ક્યાં જમાના માં જીવો છો ભાઈ ...??"  )

તો આવી રીતે સડસડાટ સફળતાની સીડી ચડીને ફેસબુકે વિશ્વવ્યાપી સન્માન તો મેળવી લીધુ પરંતુ મહત્વનો પ્રશ્ન તો આ સફળતા ને ટકાવી રાખવાનો છે .અને આ જવાબદારી બંને પક્ષે સમાન છે.  આપણે જોઈએ છીએ કે આજે લોકો પોતાની ઝીણી ઝીણી  વિગતો , ખાવા પીવાનું , ક્યાં જાય છે .. શું કરે છે બધું જ બેફામ ફેસબુક પર અપડેટ કરે છે .કદાચ કોઈ છાપા ન વાંચે તો પણ કેટલાય ન્યુઝ અપડેટ તો આપણને ફેસબુક પરથી મળી રહે છે. તો , ફેસબુક વાપરવાની તો બહુ મજા આવે છે , પરંતુ આપના એકાઉન્ટની સિક્યોરીટી વિષે આપ કેટલા જાગૃત છો ....??? 

  • શું આપને ખબર છે કે આપનું ફેસબુક એકાઉન્ટ કેટલા લોકો જોઈ શકે છે?
  • શું આપને ખ્યાલ છે કે આપે મુકેલ ફોટોગ્રાફ્સ કોઈ અજાણ્યો શખ્સ જોઈ શકે છે કે નહિ ?
  • આપના કેટલા અને કોણ કોણ મિત્રો છે તે કોઈ બહારની વ્યક્તિ જાણે શકે કે કેમ?
  • કોઈ આપનું ફેસબુક એકાઉન્ટ ખોલે તો તમને કેમ ખબર પડે ? 
 ફેસબુક સિક્યોરીટી ને લગતા આ ઉપરાંત એવા ઘણા બધા સવાલો આપને થતા હશે જેમાંથી શક્ય તેટલા જવાબો આપને આજે મળી શકશે . ફેસબુક આપણને ખુબ જ ઉત્કૃષ્ટ કક્ષાની સુરક્ષા સુવિધાઓ પૂરી પાડે છે જેથી આપને સંપૂર્ણ સુરક્ષિત રહીને સોશ્યલ નેટવર્ક નો સાચો આનંદ માણી શકીએ . 

તજજ્ઞોના મત પ્રમાણે ફેસબુક સિક્યોરીટીના મુખ્યત્વે 2 લેવલ હોય છે .  
1 . બેઝીક લેવલ સિક્યોરીટી 
2 . એક્સપર્ટ લેવલ સિક્યોરીટી 
અહી આપને બંને લેવલની સિક્યોરીટી વિષે વિસ્તૃત જાણકારી આપીશું। તો ચાલો શીખી લો કે આપના ફેસબુક એકાઉન્ટ ને કઈ રીતે તમે વધુ ને વધુ સુરક્ષિત બનાવી શકો। 

1. બેઝીક લેવલ સિક્યોરીટી : બેઝીક લેવલ ની સિક્યોરીટી દરેક ફેસબુક યુઝર માટે ખુબ જરૂરી છે . જેનાથી આપ પોતાનું એકાઉન્ટને મૂળભૂત રીતે સુરક્ષિત કરી શકો છો .

  • પાસવર્ડ : સૌથી જરૂરી મુદ્દો છે આપનો ફેસબુક પાસવર્ડ .  ફેસબુક હેકિંગ ના આર્ટીકલ માં મેં જણાવ્યું હતું કે ગમે તેટલો અંગત વ્યક્તિ હોય .. ક્યારેય આપનો પાસવર્ડ કોઈની સાથે શેર ના  કરો તથા આપનો પાસવર્ડ હમેશા સ્ટ્રોંગ રાખો જેમાં આલ્ફાબેટ, સિમ્બોલ્સ અને નંબર નો સંયુક્ત સમાવેશ હોય . ઉપરાંત ક્યારેય આપનો પાસવર્ડ લખીને ના રાખવો તેમજ દર મહીને આપનો પાસવર્ડ બદલતા રહો .
  • જનરલ એકાઉન્ટ સેટિંગ : આપના ફેસબુક પેજની જમણી બાજુએ ઉપરની તરફ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે સેટિંગ નું બટન આવેલુ હોય છે જ્યાંથી આપ આપના એકાઉન્ટ માં કેટલાક મૂળભૂત ફેરફારો કરી શકો છો . જેમ કે આપનું ફેસબુક યુઝરનેમ, ફેસબુક સાથે સંકળાયેલું ઈ-મેઈલ એકાઉન્ટ , આપનો પાસવર્ડ બદલવો , છેલ્લો ક્યારે પાસવર્ડ અપડેટ કરેલો વગેરે માહિતી અહીંથી મળે છે . અહી દર્શાવેલ તસ્વીરમાં છેલ્લે આપેલા ઓપ્શન Download a Copy દ્વારા આપના આખા ફેસબુક એકાઉન્ટ ની અત્યાર સુધીની બધી જ અપડેટ્સ,સ્ટેટસ ,ફોટો તથા મેસેજ ની લાંબીલચક યાદીને વર્ડ ફાઈલ માં ડાઉનલોડ કરીને સાચવી શકો છો .    
  • સિક્યોરીટી : General Account Setting ની નીચે જ  Security  નો ઓપ્શન આવેલો છે . જેના વડે આપ આપના એકાઉન્ટ ને વધુ સુરક્ષિત કરી શકો .
  • Secure Browsing : અહી આપ ફેસબુક ની બ્રાઉઝર સિક્યોરીટી ઇનેબલ/ડિસેબલ  કરી શકો છો . જે સેફ સર્ફિંગ માટે હિતાવહ છે .
  • Login Notifications :  સૌથી ઉપયોગી એવી આ લિંક વડે આપ જયારે જયારે પણ લોગીન થાઓ છો કે તરત જ તમને ઈ-મેઈલ કે ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણકારી આપવામાં આવે છે કે આપ ક્યારે લોગીન થયા  તથા તે સમય સાથે બતાવે છે।
  • આ ઉપરાંત તમે કઈ કઈ ડીવાઈસ પરથી લોગીન થાઓ છો (ઓફિસ કમ્પ્યુટર , હોમ કમ્પ્યુટર , લેપટોપ પબ્લિક સાયબર કાફે વગેરે કે જ્યાંથી તમે ફેસબુક લોગીન કર્યું હોય ) તેની યાદી રાખી શકો છો .
તો આ પ્રમાણે અનુસરીને આપ આપનું ફેસબુક એકાઉન્ટ ઘણાખરા અંશે સેફ રાખી શકો છો . તેમ છતાં જો કોઈ વાર આપ ફેસબુક થી કંટાળી જાઓ તો અહીંથી જ તેને De-Activate પણ કરી શકો છો .  

2. એક્સપર્ટ લેવલ સિક્યોરીટી : ઉપર જણાવ્યા મુજબ આપણે ફેસબુક એકાઉન્ટ ને પ્રાયમરી લેવલ પર સિક્યોર રાખી શકીએ . પરંતુ જો આપ ફેસબુકના બહુ શોખીન છો તો આપે બેઝીક સિક્યોરીટી ઉપરાંત પણ ઘણી સિક્યોરીટી રાખવી પડશે જેથી આપ ફેસબુક પર સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકો . આ માટે આપને પોતાના ફેસબુક એકાઉન્ટ ના પ્રાઈવસી સેટિંગ સેટ કરવાના  છે . તો ચાલો જાણીએ કે પ્રાઈવસી સેટિંગસ વડે આપણે ફેસબુક સિક્યોર કઈ રીતે રાખી શકીએ . 

  • who can see my stuff ? : ફેસબુક પર કરોડો લોકો ના એકાઉન્ટ છે, બધા પોત પોતાની વાતો , વિચારો, ફોટોગ્રાફ્સ , વિડીયો બિન્દાસ શેર કરતા હોય છે . પરંતુ આપને ખ્યાલ છે કે આપે મુકેલી પોસ્ટ કોઈ એવું વ્યક્તિ તો નથી જોઈ રહ્યું ને જેને આપ ઓળખતા પણ નથી . જો એવું હોય તો આપની પ્રાઈવસી ખતરા માં છે . આપના અંગત ફોટોગ્રાફ્સ કે આપની અંગત માહિતી લીક થઇ શકે અથવા તો તેનો દુરુપયોગ થઇ શકે . આવું ના થાય એના માટે હમેશા આપના પોસ્ટ ને એ રીતે સેટ કરો કે જેથી આપની અંગત માહિતી માત્ર આપના મિત્રો જ જોઈ શકે . આપ custom ઓપ્શન વડે ખાસ એટલા જ મિત્રો ને જ આપની પ્રાઇવેટ પોસ્ટ બતાવી શકો છો . ત્યારબાદ આપેલા  Activity Log માં આપે મુકેલી પોસ્ટ , આપને ટેગ કરાયેલી પોસ્ટ વગેરે વગેરે તમામ માહિતી મળી શકે છે .

  • who can look me up ? : કેટલાય લોકો પોતાના મેઈલ આઈડી અને ફોન નંબર  પણ રાખે છે કે જેથી તેમના મિત્રો તેમનો સંપર્ક કરી શકે . પરંતુ આ ફોન નમ્બર કોઈ અજાણી વ્યક્તિ પાસે ના જાય અથવા તો મેઈલ આઈડી નો દુરુપયોગ ના થાય એટલા માટે આ ઓપ્શન ફ્રેન્ડસ પુરતો લીમીટેડ રાખો . 

  • Timeline & Tagging Settings : નીચે દર્શાવેલ ચિત્ર પ્રમાણે આપની Timeline  પર કોણ કોણ પોસ્ટ કરે શકે, કોણ આપને પોતાની પોસ્ટમાં ટેગ કરી શકે તે બધું સેટ કરી શકો છો . પ્રસ્તુત ચિત્ર માં આદર્શ નમૂનારૂપે સેટિંગ મુકેલા છે જે આપને પુરતી સિક્યોરીટી જાળવવામાં મદદરૂપ થશે . 

  •  Manage Blocking : જેટલી સુવિધા તેટલી દુવિધા ધરાવતા ફેસબુક પર ક્યારેક ક્યારેક અણગમતા કે અજાણ્યા વ્યક્તિઓની ફ્રેન્ડ રીક્વેસ્ટ , ગેમ્સ કે એપ્લીકેશન ની વારંવાર આવતી રીક્વેસ્ટ વગેરેથી કંટાળી જતા હોઈએ છીએ . તો આ માટે ફેસબુક બ્લોક કરવાની સુવિધા પણ આપે છે . એન્ટીવાયરસ સોફ્ટવેરમાં જેમ ફાયરવોલ વડે અણગમતા અને અજાણ્યા સોફ્ટવેર કે પેજને બ્લોક કરી દેવામાં આવે છે તેજ રીતે અહી પણ આપને નડતી વ્યક્તિઓ કે એપ્લીકેશન્સ ને બ્લોક કરી શકો છો . 

  • Notification Settings : આપના એકાઉન્ટ સંબંધિત દરેક એક્ટીવીટીનો  આપ ઈ-મેઈલ રેકોર્ડ રાખી શકાય તે માટે હમેશા ઈ-મેઈલ નોટીફીકેશન ઓન રાખો . જેથી આપ ક્યારે ફેસબુક પર લોગીન થયા, શું કર્યું વગેરે ઈ-મેઈલ સ્વરૂપે આપની પાસે રહે . જો આપ ઈ-મેઈલ કરતા પણ ઝડપી અપડેટ લેવા માંગતા હોય તો આપના મોબાઈલ દ્વારા પણ Activate Text Messaging વડે મેળવી શકો છો . પરંતું શક્ય છે કે દિવસ ના સરેરાશ 50-100 જેટલા ફેસબુક ના મેસેજ થી કંટાળીને આ સર્વિસ De-Activate કરી નાખો તો નવાઈ નહિ . આ ઉપરાંત આપને કઈ કઈ બાબતો ની નોટીફિકેશન જોઈએ છે તે પણ અહીંથી સેટ કરી શકો છો . 
તો આ રીતે સેફટી સેટિંગ દ્વારા આપ ફેસબુક નો આનંદ સુરક્ષા સાથે માણી શકો છો . ઉપરાંત કેટલાક આપને અમુક બાબતો નું ધ્યાન રાખવું પડશે જેથી આપ ફેસબુક સંબંધિત સાયબર ક્રાઈમ સામે સુરક્ષિત રહી શકો . 

  • આપના પાસવર્ડ અંગે હમેશા સ્માર્ટ રહો . ક્યારેય ના તો પાસવર્ડ શેર કરો કે ન તો લખી રાખો . 
  • નકલી એકાઉન્ટ થી સાવધાન રહો . જે વ્યક્તિને તમે ઓળખતા ના હો તેવા લોકોની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારશો નહિ . 
  • શંકાસ્પદ ફેસબુક એકાઉન્ટ ને તરત જ બ્લોક કરી દો .
  • ફ્રેન્ડ લીસ્ટ ને હંમેશા અપ-ટુ-ડેટ રાખો . લાંબા સમયથી નિષ્ક્રિય ફ્રેન્ડ અંગે સાવધ રહો . 
  • કોઈ પ્રકારની સ્પામ એપ્લીકેશન ને એડ કરવી નહિ . 
  • ફેસબુક પરના ફોટો આલ્બમ ની પ્રાઈવસી સેટ કરી રાખો . 
  • વારંવાર દેખાતી ભ્રામક જાહેરાતો પર વિશ્વાસ મુકીને પોતાની એકાઉન્ટ ડીટેઇલ શેર ના કરવી .
  • ચેટીંગ કરતી વખતે આપને પરેશાન કરતી વ્યક્તિને ચેટ બ્લોક લીસ્ટ માં મૂકી શકો છો .   
  • ફેસબુક હેકિંગ માટેના ખોટા ટુલ્સ કે સોફ્ટવેર થી દુર જ રહો . દરેક ની પ્રાયવસી ને માન આપો .



 મિત્રો , આવનારો યુગ ટેકનોલોજી ક્ષેત્રે સોનાનો સુરજ લઈને આવી રહ્યો છે . આજથી 10 વર્ષ પહેલા કલ્પના પણ નહોતી કે આવી રીતે દરેક વ્યક્તિ એકબીજાના સતત સંપર્ક માં રહી શકશે . અને આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા વર્ષોમાં સોશ્યલ નેટવર્કિંગ ક્ષેત્રે કઈ કેટલાય અવનવા સંશોધનો થશે . પણ આ બધામાં આપણે પોતાનું સ્થાન સુરક્ષિત રહીને ટેકનોલોજી ના વરદાનનો સાચો ઉપયોગ કરીએ તે હિતાવહ છે . 

Friday, February 1, 2013

My Article Feb - 2013 એન્ટીવાયરસ : સસ્તું નહિ ... વસ્તુ માંગો !!

એન્ટીવાયરસ : સસ્તું નહિ ... વસ્તુ માંગો  !!
સાયબર સફર આર્ટિકલ -ફેબ્રુઆરી -2013 


પ્રિય વાચકમિત્રો, 
લાંબા સમય ના અંતરાય બાદ ફરી એકવાર આપની સમક્ષ એક માહિતીસભર લેખ પ્રસ્તુત કરું છું। પરંતુ તે પહેલા આ સમય દરમિયાન આપના પ્રતિભાવો , ફોન કોલ્સ તથા ઈમેઈલ બદલ આપ નો ખુબ અભાર વ્યક્ત કરું છું। અને ખાસ તો એ વિદ્યાર્થીમિત્રો જેમને આમાંથી કૈક શીખવા મળે છે, કૈક પ્રેરણા મળે છે તેમના તરફથી કોઈપણ સૂચનો અથવા કારકિર્દી ને લગતા પ્રશ્નો આવકાર્ય છે। 

કોમ્પ્યુટર વાયરસથી તો આપ પરિચિત જ હશો । VIRUS સાચું પૂરું નામ :  Vital Information Resources Under Seize છે . પરંતુ આપને માત્ર સમજવા ખાતર કહી શકીએ  
V ery
I mmediate
R isk to
U ser
S ecurity 

ટુકમાં કહીએ તો કમ્પ્યુટર પર દેખાતા(ક્યારેક ના પણ દેખાતા) તમામ પ્રકાર ના નુકસાનકારક પ્રોગ્રામ્સ કે સોફ્ટવેર જેને માલ્વેર પણ કહેવાય છે। તેમાં કમ્પ્યુટર વાયરસનો પણ સમાવેશ થાય છે। આવા વાયરસથી આપના કમ્પ્યુટર ને સુરક્ષિત રાખવા માટે આપણે એન્ટીવાઈરસ સોફ્ટવેર વાપરીએ છીએ। 
મિત્રો , અપને કદાચ ખ્યાલ નહિ હોય પરંતુ એન્ટીવાઈરસ એ પણ એક જાતનો વાઈરસ જ હોય છે। ફરક માત્ર એટલો જ હોય છે કે તેમનું પ્રોગ્રામિંગ કમ્પ્યુટરને અવનવા ખતરાઓ થી બચાવવા માટે થયેલું હોય છે। અલગ અલગ કમ્પ્યુટર સીસ્ટમ માટે અલગ અલગ એન્ટીવાઈરસ હોય છે। આપ સૌ જાણો જ છો કે એન્ટીવાઈરસ બજાર માં 300-400 થી માંડી ને 10-12000 સુધીની રેંજ માં ઉપલબ્ધ છે। કેટલાક એન્ટીવાઈરસ સોફ્ટવેર આપ ઈન્ટરનેટ દ્વારા પણ ખરીદી શકો છો। હવે કેટલાક મિત્રો ને એવો વિચાર જરૂર આવ્યો હશે કે એન્ટીવાઈરસ તો ઇન્ટરનેટ પરથી મફત માં પણ ડાઉનલોડ  કરી લેવાય ને।।।!!! તો પછી ખોટો ખર્ચો શુ કામ કરવો।।।?? સાચી વાત છે ... આપણે રહ્યા પાક્કા ગુજ્જુ .... પૈસા નો હિસાબ તો પહેલો।! તો ચાલો આજે આપણે જાણીએ કે એન્ટીવાઈરસ ખરીદવો કે નહિ,બજાર માં ઉપલબ્ધ ઢગલાબંધ એન્ટીવાઈરસ સોફ્ટવેર માંથી કયો ખરીદવો ....??

એન્ટીવાઈરસ ખરીદવો જોઈએ કે ફ્રી માં ડાઉનલોડ કરી ને વાપરવો જોઈએ તેનો સાચો જવાબ તો સામે વાળી વ્યક્તિ પર આધારિત છે। એક રીતે જોઈએ તો ઈન્ટરનેટ પરથી ફ્રી માં મળતો એન્ટીવાઈરસ પણ સારો .. (ના મામા કરતા કાણો મામાં શું ખોટા।।।???) પણ આજ સવાલ જો કોઈ પ્રોફેશનલ બીઝનસમેન પૂછે ત્યારે તદ્દન વિપરીત જવાબ આપવો પડે। પેઈડ તથા એન્ટીવાઈરસ બંને ના પોતાના પ્લસ-માઈનસ પોઈન્ટ્સ છે। તે જાણવા માટે આપણે સમજવું પડશે કે એન્ટીવાઈરસ કેટલા પ્રકાર ના હોય છે અને આપણને ક્યાં ક્યાં ફીચર્સ પૂરા પાડે છે। 

એન્તીવાઈરસ મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે।

  1. ફ્રીવેર 
  2. પેઈડ 
  3. સ્યુટ 
  4. પ્રીમીયમ સ્યુટ 

ફ્રીવેર એન્ટીવાઈરસ થી જેમ જેમ આગળ પ્રીમીયમ સ્યુટ તરફ જતા જઈએ તેમ તેમ એન્ટીવાઈરસ ના ફીચર્સ અને સુવિધાઓમાં  (સાથે સાથે ભાવમાં પણ ..) વધારો થતો જાય છે। 

ફ્રી એન્ટીવાઈરસ સોફ્ટવેર સામાન્ય રીતે મૂળભૂત સુવિધાઓ પૂરી પાડે છે જે આપને બેઝિક  લેવેલ ની સિક્યોરીટી આપે છે। દા . ત . સ્કેનીંગ , ... તો કેટલાક એન્ટીવાઈરસ માં બ્રાઉઝર સિક્યોરીટી તો કેટલાકમાં ફ્રી ફાયરવોલ ફીચર્સ આપવામાં આવે છે . પરંતુ મોટા ભાગના ફીચર્સ તેઓ પેઈડ એન્ટીવાઈરસ માટે અનામત રાખતા હોય છે . કેટલાક ફ્રી એન્ટીવાઈરસ માં તમારા કમ્પ્યુટર ની એક્ટિવીટી પરથી  માલ્વેર ડીટેકશન કરે છે। ફ્રી એન્ટીવાઈરસ સોફ્ટવેર ઓ ફાયદો એ છે કે આપને એ ગમે ત્યારે ઓનલાઈન કોઈપણ રજિસ્ટ્રેશન વગર અપના કમ્પ્યુટર પર આસાની થી ડાઉનલોડ કરી શકો છો। પરંતુ ફ્રી એન્ટીવાઈરસ માત્ર સેમ્પલ જેવું કામ આપે છે કે જેના દ્વારા એન્ટીવાઈરસ કંપની પોતાની સર્વિસનો ડેમો બતાવે છે .

પેઈડ એન્ટીવાઈરસ: પેઈડ એન્ટીવાઈરસ સોફ્ટવેર એ ફ્રીવેર અને  ફીચર-પેક પ્રીમીયમ સ્યુટ ની વચ્ચે આવે છે . જે વ્યાપક પ્રમાણ માં સિક્યોરીટી ટૂલ્સ ઉપલબ્ધ કરાવે છે . જેમ કે પેરેન્ટલ કંટ્રોલ , આઈડી થેફ્ટ પ્રોટેક્શન વગેરે . ફ્રીવેર એન્ટીવાઈરસ કરતા અન્ય ઘણી સુવિધાઓ તેમાં આપવામાં આવેલી હોય છે। આવા પેઈડ એન્ટીવાઈરસ હોમ એડીશન તરીકે પણ ઓળખાય છે કે જે કોઈ સિંગલ કમ્પ્યુટર સીસ્ટમ અથવા લેપટોપ માટે ઉપયોગી છે। પેઈડ પ્રોડક્ટ નો અન્ય એક ફાયદો છે તેની કસ્ટમર સર્વિસ .કેટલીક  કંપનીઓ  પોતાના ગ્રાહકોને ફોન અથવા ઈ-મેઈલ ની સર્વિસ પૂરી પાડે છે . ફ્રી એન્ટીવાઈરસ પ્રોડક્ટ્સ માં સામાન્ય રીતે વારંવાર પેઈડ પ્રોડકટ્સ ની જાહેરાતો નો ત્રાસ રહેતો હોય છે જે પેઈડ પ્રોડક્ટ્સ માં હોતો નથી। તો આ રીતે જેમ જેમ ફીચર્સ અને સિક્યોરીટી વધતા જાય તેમ તેમ એન્ટીવાઈરસ આપની સીસ્ટમ ને વધુ ને વધુ સુરક્ષિત બનાવતો જાય છે।  

આ ઉપરાંત એન્ટીવાઈરસમાં અન્ય કેટલાક ફીચર્સ ને લીધે પણ ગ્રાહકો તેમની પસંદગી કરે છે। પરંતુ તેમાં મુખ્ય 3 ફીચર્સ છે .
  • ઇન્ટરફેસ 
  • માલ્વેર ડીટેકશન અને 
  • સ્પીડ  

ઇન્ટરફેસ(સોફ્ટવેર ડીઝાઇન) : કેટલાક એન્ટીવાઈરસ સોફ્ટવેર ખૂબ સરસ ઇન્ટરફેસ અને આકર્ષક વિઝ્યુંઅલ ઈફેક્ટસ વડે ગ્રાહકો ને આકર્ષે છે। દા। ત। avast એન્ટીવાઈરસ પોતાની વોઈસ ઇન્ફોર્મેશન સિસ્ટમ વડે સ્કેનીંગ , અપડેટ, વાઈરસ ડીટેકશન વગેરે ની માહિતી તેના યુઝર ને આપે છે જે અન્ય એન્ટીવાઈરસ કરતા અલગ પડે છે અને યુઝર ને પણ મજા આવે છે .


ડીટેકશન : મોટા ભાગના એન્ટીવાઈરસ સોફ્ટવેર ની ગુણવત્તા તેના રેન્કિંગ સિસ્ટમ ને આધારે થતી હોય છે . પરંતુ " વર ને કોણ વખાણે ??? વર ની માં ... "- એની જેમ બધી જ એન્ટીવાઈરસ કંપનીઓ પોત-પોતાની વેબસાઈટ ને પોતે જ કોઈ ને કોઈ રીતે રેન્કિંગ અપાવે છે . તો આવા ભ્રામક રેન્કિંગ ને આધારે એન્ટીવાઈરસ ની પસંદગી ના કરવી। પરંતુ આપની જરૂરીયાત અને ઉપયોગીતા ના આધારે એન્ટીવાઈરસ પસંદ કરવો ." રીયલ વર્લ્ડ એન્ટીવાઈરસ સર્વે અનુસાર ફ્રીવેર કરતા પેઈડ એન્ટીવાઈરસ સોફ્ટવેર 96 % બેસ્ટ પર્ફોમન્સ આપે છે . "

સ્પીડ: એન્ટીવાઈરસ ની પસંદગી માટે નું અન્ય એક મહત્વ નું પાસું છે તેની પ્રોસેસ સ્પીડ . ફ્રીવેર કરતા પેઈડ એન્ટીવાઈરસ દસ ગણું ઝડપી પરફોર્મન્સ આપે છે .જો કે બંને પ્રકાર ના એન્ટીવાઈરસ સીસ્ટમના સ્ટાર્ટ-અપ ને 20 થી 50 સેકંડ જેટલો ઓછો કરી શકે છે . પરંતુ તેમ છતાં મહત્વ નો તફાવત તો સ્કેનીંગ સ્પીડ નો છે।  જેમ કે 4.5 જીબી નો ડેટા સ્કેન કરતા જે ફ્રીવેર એન્ટીવાઈરસ ને 2 મિનીટ લાગે છે તે જ ડેટા ને પેઈડ વર્ઝન 20-25 સેકંડ માં પૂરું કરી દે છે।  જેમ જેમ તેમાં વધુ ફીચર્સ તરફ જતા જઈએ તેમ તેની સ્પીડ અને અન્ય એડ-ઓન્સ માં પણ વધારો થતો જાય છે . 

તો આ છે  ફીચર્સ જે આપને કોઈપણ એન્ટીવાઈરસની પસંદગી આપની જરૂરિયાત મુજબ કરી શકો છો। આ સિવાય પણ અન્ય ઘણા ફીચર્સ છે જેના આધારે આપ પોતાને અનુરૂપ એન્ટીવાઈરસ ની પસંદગી કરી શકો છો . જે નીચે દર્શાવેલ ચાર્ટ માં દર્શાવેલ છે। જો આપનો બીઝનેસ મોટો છે તો આપને બધા જ ફીચર્સ પર ધ્યાન આપવું પડશે અને તે પ્રમાણે સૌથી સિક્યોર એન્ટીવાઈરસ ની પસંદગી કરવી પડશે। તે જ રીતે જો કોઈ સ્કૂલ - કોલેજ માટે થોડા ઘણા ફેરફાર સાથે જરૂરી એન્ટીવાઈરસ જરૂરી રહેશે। પરંતુ જો એન્ટીવાઈરસ ઘરના કમ્પ્યુટર પર વાપરવો હોય તો આપના માટે હોમ એડીશન -પ્રીમીયમ પેક બેસ્ટ રહેશે .


ઉપરોક્ત ચાર્ટ માં આપની વિવિધ જરૂરિયાત મુજબ આપનો એન્ટીવાઈરસ પસંદ કરી શકો છો . જેમ કે 
  • જો આપ ઈન્ટરનેટ બેન્કિંગ કે ઓનલાઈન શોપિંગ કરતા હો તો આપના માટે વર્ચુઅલ કીપેડ વાળો કાસ્પર સ્કાય ઉપયોગી રહેશે।
  • જો ઘરે બાળકો અથવા ઓફિસ ના કર્મચારીઓ પર આપની ગેરહાજરી માં વોચ રાખવા માંગતા હોય તો પેરેન્ટલ કન્ટ્રોલ ની સુવિધા આપતા એન્ટીવાઈરસ ની પસંદગી કરો .
  • કંપની આપને ક્યાં પ્રકાર ની કસ્ટમર સર્વિસ આપશે તેના આધારે પણ એન્ટીવાઈરસ પસંદ કરી શકો છો। જેમ કે કેટલાક લોકો ને ઈ-મેઈલ કરતા ટેલીફોનીક હેલ્પ વધુ ફાવતી હોય છે .

મોબાઈલ એન્ટીવાઈરસ સોફ્ટવેર : 
એન્ડ્રોઈડ , વિન્ડોઝ , બ્લેક્બેરી જેવા સ્માર્ટફોન્સ માં  પણ એન્ટીવાઈરસ દ્વારા અલગ અલગ ફીચર્સ આપવામાં આવે છે જેના દ્વારા મોબાઈલ ને વધુ સિક્યોર રાખી શકાય છે . અહી કરેલા સર્વેક્ષણ અનુસાર કંપની મોબાઈલ એન્ટીવાઈરસ માં ફ્રી તથા પેઈડ માં કઈ કઈ સુવિધા આપે છે તે દર્શાવ્યું છે . જેમાં આપની જરૂરિયાત મુજબનું સિલેકશન કરી શકો છો . 


 ( અત્રે પ્રસ્તુત ચાર્ટ માત્ર માહિતી માટે છે . અહી કોઈ કંપનીની જાહેરાત ના હેતુસર નથી . )

તો આ રીતે અલગ અલગ એન્ટીવાઈરસ સોફ્ટવેર ના ફીચર્સ વ્યક્તિગત કે વ્યવસાયિક હેતુ પાર પાડે છે . પરંતુ જ્યાં સિક્યોરીટી નો સવાલ છે ત્યાં ક્યારેય કિંમત સાથે બાંધછોડ ના કરવી। કારણ કે અંતે તો ખતરનાક સાયબર વર્લ્ડ માં આપણે એકલા જ નથી . તો રણમેદાન માં ઉતરતી વખતે જરાક હથિયારો ની પસંદગી અને ચકાસણી અતિ આવશ્યક છે .
આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે .
 
મિલાપ ઓઝા
સાયબર સિક્યોરીટી એક્સપર્ટ 
એપિન ટેકનોલોજી લેબ - જુનાગઢ 
90330 18333

Monday, September 10, 2012

ફેસબુક હેકિંગ : Tips & Tricks September Article in Cyber Safar Magazine



પ્રિય વાચકમિત્રો, ટાઈટલ વાંચીને મજા આવી ગઈ ખરું ને? અને એમાય ખાસ કરી જેમને હેકિંગ નો  ચસ્કો છે તેમને તો મન માં લડ્ડુ ફૂટ્યા ખરું ને. અને શું કામ ના હોય..? આખરે ફેસબુક તો બધા નું ફેવરીટ માધ્યમ છે એકબીજાના સંપર્ક માં રહેવાનું...!!! કઈ પણ શેર કરવાનું, કઈ પણ અપડેટ કરવાનું , અને એ બધા માં કોમેન્ટ કરવાની. ફેસબુક આજે વિશ્વની સૌથી લોકપ્રિય સોશ્યલ નેત્વર્કીંગ વેબસાઈટ છે એ વાત માં કોઈ શંકા નથી. આજે ભારત માં બેઠેલા દાદા દાદી પોતાના અમેરિકા માં વસતા પોતાના દીકરાના દીકરાને ઘેર બેઠા જોઈને આશીર્વાદ આપે છે. બાળપણ માં સાથે રમેલા લંગોટિયા મિત્રો પોતાની જૂની યાદો ને ફરી તાજી કરી શકે છે. પોતાના પ્રિય મિત્ર ના જન્મદિન નિમિતે કે સગાઇ કે લગ્ન પર શુભેચ્છાઓ પાઠવી શકે છે.. અને એવા તો બીજા ઘણા બધા ફાયદાઓ છે તે આપ સૌ ખૂબ સારી રીતે જાણો જ છો. ફેસબુકની લોકપ્રિયતા વધવાની સાથે સાથે જ તેની સુવિધાઓમાં પણ  દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે. પરંતુ જેટલી સુવિધા એટલી દુવિધા.સુવિધાઓ ની સાથે સાથે ફેસબુક પર કેટલાક દુષણો પણ ટાંપીને બેઠા હોય છે તમને પોતાની જળ માં ફસાવવા. ફેસબુક આજે દરેક હેકર કે સાયબર ક્રિમિનલ્સ નો મુખ્ય ટાર્ગેટ છે. કારણ કે લોકો પોતે જે કઈ પણ કરે છે, ક્યાં જાય છે, કોની કોની  સાથે છે, શું ખાય છે.. બધી જ માહિતી ફેસબુક પર ઠાલવવા લાગ્યા છે. આવી જ માહિતી નો ઉપયોગ કરીને સાયબર ક્રિમિનલ્સ તમને પોતાની જળ માં ફસાવી શકે છે.  જેના માટે તેને માત્ર એકવાર  તમારું ફેસબુક  એકાઉન્ટ હેક કરવાનું હોય છે. તો ચાલો આજે જાણીએ કઈ રીતે હેકર્સ તમારું ફેસબુક એકાઉન્ટ હેક કરી શકે છે અને તમે કઈ રીતે તેનાથી બચી શકો છો..!! અહી આપણે કેટલીક મુખ્ય હેકિંગ ટ્રીક્સ વિષે જાણીશું.ફેસબુક પાસવર્ડ હેક કરવાનો મુખ્ય હેતુ કોઈ ની જાસુસી કરવાનો હોય છે. ફેસબુક પાસવર્ડ હેક  કરવો એ એક રીતે સહેલું પણ હોઈ શકે અને અઘરું પણ જે તે વ્યક્તિ ની સમજદારી અને ચતુરાઈ પર આધારિત છે. 

ફેસબુક પાસવર્ડ હેક કરવા માટે મુખ્યત્વે ૩ટ્રીક્સ છે. 
૧ ) સોશ્યલ એન્જીનીયરીંગ :-  આ કોઈ એન્જીનીયરીંગ ની શાખાનું નામ નથી કે જેમાં ફેસબુક હેક કરતા શીખવાડતા હોય. પરંતુ આ એક પદ્ધતિ છે જેમાં વ્યક્તિ ના સરળ સ્વભાવ નો લાભ લઈને પોતાના વાક્ચાતુર્ય વડે તે વ્યક્તિ નો પાસવર્ડ તેના જ મોઢેથી બોલાવી શકાય છે. વધુ સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. ધારો કે અંકિત અને પંકજ નામના બંને મિત્રો છે. એક વાર બંને અંકિતના કમ્પ્યુટર પર બેઠા હોય છે ત્યારે અંકિત પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલે છે. પાસવર્ડ લખતી વખતે પંકજ ને ખ્યાલ આવી જાય છે કે પહેલા એને પોતાનું નામ અને પછી કોઈ નંબર લખ્યો છે.એટલે પંકજ ને અંકિત નું ફેસબુક એકાઉન્ટ હેક કરવાનું મન થાય છે. હવે સામાન્ય રીતે એક મિત્ર પાસે બીજા મિત્ર ના નંબર હોય જ એટલે પંકજ જયારે એકલો કમ્પ્યુટર પર બેઠો હોય છે ત્યારે એ અંકિત ની આઈડી નાખી ને પાસવર્ડ લખે છે "ankit8460022515". પરંતુ આ પાસવર્ડ ખોટો બતાવતા પંકજ ને ખ્યાલ આવે છે કે આ એના ઘરનો અથવા ઘરના સભ્યનો નંબર હોઈ શકે. હવે તે ગમે વાતો માં ને વાતો માં પંકજ અંકિત પાસેથી તે નંબર પૂછે છે અને અંકિત ભોળાભાવે તેને એ નંબર આપે છે. આવા સમયે તેને ખ્યાલ નથી આવતો કે એ નંબર પોતાના ફેસબુક નો પાસવર્ડ છે. આ રીતે કોઈને વાતોમાં ફસાવીને તેની પાસેથી પાસવર્ડ મેળવી લેવાની કળા ને સોશ્યલ એન્જીનીયરીંગ કહે છે. સામાન્ય રીતે આ ટ્રીક એવા વ્યક્તિઓ માં સફળ રહે છે જેમાં પરસ્પર વિશ્વાસ હોય છે. અને આ વિશ્વાસ નો ગેરલાભ ઉઠાવીને કોઈ તમારું ફેસબુક એકાઉન્ટ હેક કરી શકે છે. અંકિત અને પંકજ જેવી વાર્તા બે મિત્રોના, એક બોસ અને તેના કર્મચારીના, બે સહકર્મચારીના કે ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ જેવા કિસ્સાઓમાં બની શકે છે.  જે ક્યારેક ગંભીર સમસ્યા ઉભી કરી શકે છે. 
સાવધાન : "દોસ્તી કાફી મગર ઉધાર સે માફી" જેવા સૂત્રો તમે કોઈ દુકાન માં જોયા હશે. અહી પણ આ જ નિયમ લાગુ પડે છે. - સંબંધો ગમે તેટલા સારા હોય, ગમે તેટલી વફાદારી હોય, પરંતુ કોણ ક્યારે શું કરે તેની ખબર હોતી નથી. માટે પોતાનો પાસવર્ડ ક્યારેય કોઈ ને ના આપો, અથવા તો પાસવર્ડ સંબંધિત કોઈ માહિતી પૂછે ત્યારે જરા સાવધાન રહો. અને બને તો તમારો પાસવર્ડ જ એવો રાખો કે જે સામાન્ય રીતે કોઈ વ્યવહાર માં ના વાપરતા હોય. કદાચ તમને તે વ્યક્તિ પર ભરોસો હોઈ શકે પણ તેની સિક્યોરીટી મેનર્સ પર ભરોસો છે ખરો? બની શકે તમે જે સાવધાનીઓ રાખો છો તેટલી એ વ્યક્તિ કદાચ ના રાખી શકે. માટે ક્યારેય પાસવર્ડ ના આપો તથા નિયમિત રીતે પાસવર્ડ બદલતા રહો. 

૨) key Loggers(કી-લોગર્સ) - ધારો કે તમે કોઈ સાયબર કાફે માં ગયા અને ત્યાં તમે જે કઈ સાઈટ ખોલી, જે કઈ ટાઈપ કર્યું એ બધું જ કોઈ વ્યક્તિ ને ખબર પડી ગઈ તો? શું ખરેખર એ શક્ય છે?  હા...  તમે સાયબર કાફે માં જઈને પોતાનું ફેસબુક એકાઉન્ટ ખોલીને ચેટીંગ વગેરે કરો છો  અને કમ્પ્યુટર છોડતા પહેલા વ્યવસ્થિત સાઈન આઉટ કરતા પણ કરો છો. સરસ, પણ તમને ખબર છે? તમારી જાણ બહાર કોઈ વ્યક્તિએ તેમાં પહેલેથી કી-લોગર્સ નાખેલા હોઈ શકે છે, જે તમે કરેલા દરેક કી-સ્ટ્રોક (તમે જે કઈ પણ ટાઈપ કરો તે)ને  રેકોર્ડ કરી શકે છે.ધારો કે તમે ફેસબુક ખોલ્યું તો તેમાં તમે તમારું યુઝર આઈડી નાખ્યું "mike123@gmail.com" અને પાસવર્ડ લખ્યો "IloveIndia123" તો તરત જ આ આઈડી અને પાસવર્ડ કી-લોગર્સ માં અક્ષરસઃ રેકોર્ડ થઇ જશે.  કી-લોગર્સ સામાન્ય રીતે કોઈ સોફ્ટવેર હોય છે જે કમ્પ્યુટર માં છુપાવેલો હોય છે. આવા કી-લોગર્સ ને માત્ર તેનો મૂળ માલિક (સોફ્ટવેર ઇન્સ્ટોલ કરનાર)જ જોઈ શકે છે. હવે જરા યાદ કરો, તમે તે કમ્પ્યુટર પર શું કર્યું હતું? ફેસબુક ? ચેટીંગ? બેન્કિંગ? ઇ-મેઈલ ? આ બધામાં તમે પોતાનો પાસવર્ડ પણ નાખ્યો જ હશે. અને હવે આ પાસવર્ડ કોઈ બીજા પાસે પહોચી ગયો તો? ઘણી મોટી મુશ્કેલી માં ફસાઈ શકો છો. એમાં પણ વધુ ચિંતાની વાત એ છે કે કોઈ વ્યક્તિને એ કી-લોગર સોફ્ટવેર જે-તે કમ્પ્યુટર માં છે કે નહિ એનો જરાય ખ્યાલ નથી આવતો, કદાચ પ્રયત્ન કરે તો પણ, કેમ કે હેકરે એ સોફ્ટવેરને પોતાના પાસવર્ડ વડે છુપાવી દીધો હોય છે. અને માત્ર એ પાસવર્ડ કે શોર્ટ કી વડે જ તે સોફ્ટવેર ખુલી શકે. આવા કેટલાય સોફ્ટવેર ઈન્ટરનેટ પર સરળતાથી મળી જાય છે.જેમાંથી અmuક સોફ્ટવેર માં તો સ્ક્રીન શોટ્સ ની પણ સુવિધા આપવામાં આવે છે. સાથે સાથે કઈ વેબસાઈટ ની વિઝીટ કરી, ક પેજ ખોલ્યા એ બધું ચોક્કસ સમય સાથે બતાવે છે.  આ તો થઇ સોફ્ટવેર ની વાત, પરંતુ કેટલીક વાર કમ્પ્યુટરમાં સીપીયુ ની પાછળ ચિત્ર માં દર્શાવેલી ડીવાઈસ યા તો કોઈ પેન ડ્રાઈવ જેવી દેખાતી ડીવાઈસ લગાવેલી હોય છે જે કમ્પ્યુટર ના દરેક કી-સ્ટ્રોક ને રેકોર્ડ કરે છે. હવે સ્વાભાવિક રીતે તમે ક્યારેય સાયબર કાફે માં ગયા હો તો કારણ વિના તમે સીપીયુ ની પાછળ તો જોવાના નથી... પરંતુ હવે થી જરાક ધ્યાન રાખજો. કેટલાક કીલોગર્સ ઇ-મેઈલ કે ફેસબુક માં એટેચ કરીને મોકલવામાં આવે છે કે જે એટેચમેન્ટ પર ક્લિક કરતા જ એ સોફ્ટવેર તમારા કમ્પ્યુટર માં ઇન્સ્ટોલ થઇ જાય છે. અને તમારા કમ્પ્યુટર ના ટાઈપ થતા બધા કીવર્ડ તેના માલિક ને મોકલી આપે છે. ફેસબુક હેકિંગ માટે હેકર્સ ની પહેલી પસંદગી કીલોગર્સ છે. 
સાવધાની : 
  • સાયબર કાફે માં ક્યારેય બેન્કિંગ પ્રોસેસ ના કરો
  • જો જરૂરી જ લાગે તો હમેશા પાસવર્ડ નાખતી વખતે વર્ચુઅલ કી-પેડ (સ્ક્રીન પર આવતું કી-ped)નો ઉપયોગ કરો
  • જાહેર જગ્યાઓ પર બને ત્યાં સુધી સર્ફિંગ ટાળો(શોપિંગ મોલ, વગેરે)
  • કોઈ પણ અજાણ્યા કમ્પ્યુટર નો ઉપયોગ ના કરો
  • જો ના છૂટકે વાપરવું જ પડે એમ હોય તો  એન્ટી-કીલોગર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને એકવાર સ્કેન કરાવ્યા પછી જ આગળ વધો.
  • ક્યારેય અજાણ્યા ઇ-મેઈલ ના ખોલો અને ના તો તેમાંથી કોઈ ફાઈલ ડાઉનલોડ કરો.
  • ફેસબુક ચેટીંગ વખતે કોઈ લિંક પર ક્લિક કરતા પહેલા ચેક કરો. 
૩) ફિશિંગ : સામાન્ય રીતે માછલી ને પકડવા માટે તેને પહેલા કાંટા માં ચારો નાખીને  લલચાવવામાં આવે છે. આ ચાર થી લલચાઈ ને માછલી કાંટા માં ફસાઈ જાય છે, કંઈક આવીજ  રીતે ફેસબુક પર પણ કાંટા મુકનારા લોકોની જાળ માં આજના ઈન્ટરનેટ ના સાગર માં ફરતા માછલાઓ ફસાઈ જાય છે. ફિશિંગ પણ સૌથી વધુ લોકપ્રિય ટેકનીક છે જેના વડે ફેસબુક એકાઉન્ટ હેક કરી શકાય છે.તો ચાલો જાણીએ કે હેકર્સ આ ટેકનીક વડે કઈ રીતે ફેસબુક એકાઉન્ટ હેક કરે છે. 
  • ફિશિંગ માં સામાન્ય રીતે ફેસબુક નું (જે-તે વેબસાઈટનું) અદ્દલ તેના જેવું જ પેજ બનાવામાં આવે છે. આ પેજ  સહેલાઈથી તેના સોર્સ કોડ ની મદદથી બનાવામાં આવે છે. 
  • હવે આ બનેલા નકલી પેજ ને હેકર ઓનલાઈન સ્ટોરેજ સર્વિસ આપતી વેબસાઈટ પર એકાઉન્ટ બનાવી તેમાં અપલોડ કરાવે છે.  અથવા તો પોતાની જ બનાવેલી કોઈ વેબ હોસ્ટીંગ સાઈટ પર મુકે છે. 
  • આ પેજ ને એકવાર અપલોડ કરાવી દીધા બાદ હેકર આ નકલી પેજની લિંક પોતાના ટાર્ગેટ ને મોકલે છે. અને લિંક ની સાથે સાથે કોઈ પણ લલચાવનારી ઓફર કે પેજ ની વિગત મુકે છે. દા.ત. Buy BleckBerry Curve in Just Rs. 399 અથવા Get chance to Win Galaxy Tabઅથવા  Download Latest Movie Songs આમ લલચાવનારી જાહેરાત ની સાથે તે પોતાની લિંક એટેચ કરીને મોકલી આપે છે. 
  • લલચાવનારી જાહેરખબર જોઇને કોઈ વ્યક્તિ એ લિંક પર જેવું ક્લિક કરે કે તરત જ તે વેબસાઈટ નું લોગ-ઇન પેજ ખુલી જાય છે. વ્યક્તિ વિચારે છે કે કોઈ ટેકનીકલ ખામી ને લીધે ફેસબુક બંધ થઇ ગયું તેમ વિચારીને ફરીથી તે યુઝર આઈડી અને પાસવર્ડ નાખે છે. અને તેને પોતાનું એકાઉન્ટ જેવું હતું તેવું મળી જાય છે. કંઈક વાંધો \ હશે એવું વિચારીને ફરીથી તે પોતાના કામે લાગી જાય છે. પરંતુ એટલી વાર માં તેણે નાખેલા આઈડી- પાસવર્ડ હેકરના ફિશિંગ પેજ વાળા એકાઉન્ટ માં પહોચી ગયા હોય છે.બસ, કામ તમામ. હવે તે ગમે ત્યારે તમારું એકાઉન્ટ ખોલી ને કઈ પણ કરી શકે છે.આપની નાનકડી લાપરવાહી થી મોટું નુકસાન થઇ શકે છે.
સાવધાની : 
  • ક્યારેય કોઈ આકર્ષક સ્કીમ થી લોભાઈને ગમે ત્યાં ક્લિક ના કરો.
  • જો ક્લિક કાર્ય પછી ઉપર દર્શાવ્યા પ્રમાણે થાય તો તરત એ પેજ ને બંધ કરી દો.
  • લોગ-ઇન થતી વખતે હમેશા વેબસાઈટ ના એડ્રેસ બાર માં ચેક કરી લો કે તે વેબસાઈટ નું એડ્રેસ સાચું છે કે નહિ.
  • ઇ-મેઈલ માં આવતી આવી લિંક થી પણ સાવધાન રહો. 
  • લોગ-ઇન થતી વખતે હમેશા https:// ચેક કરવું વધુ હિતાવહ છે.
  • આવી કોઈ શંકા જણાય ત્યારે તરત જ પાસવર્ડ બદલી નાખો. 
તો, આ રીતે અલગ અલગ ટેકનીક થી ફેસબુક કે અન્ય વેબસાઈટ પર હેકિંગ થઇ શકે છે. અત્યાર સુધી માં જેટલા પણ હેકિંગ એટેક કે સાયબર ક્રાઈમ થયા છે તેમાં સૌથી વધુ   ઉપર દર્શાવેલી ત્રણેય ટેકનીકો નો ઉપયોગ થયો છે. અને અત્યાર સુધી માં સૌથી વધુ ફેસબુક હેકિંગ ફિશિંગ અને કીલોગર્સ ની મદદ થી કરવામાં આવ્યા છે. આ સિવાય ખાસ કરીને ફેસબુક માટે ઈન્ટરનેટ પર કેટલાય હેકિંગ સોફ્ટવેર ફૂટી નીકળ્યા છે.આવા સોફ્ટવેર માં તમારે પહેલા પોતાની બધી માહિતી આપવી પડે છે.જેમ કે યુઝર આઈડી, પાસવર્ડ, લોકેશન વગેરે. જે માત્ર ને માત્ર લલચાવવા માટે હોય છે.આવા સોફ્ટવેર માં ટ્રોજન કે વાઈરસ કે સ્પાયવેર હોય છે જે  તમારા  કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ થઈને તમારા જ કમ્પ્યુટર ની જાસુસી કરે છે. મહેરબાની કરીને આવા કહેવાતા ""ફેસબુક હેકર"" ની લાલચ માં ફસાશો નહિ બાકી લેવા ના દેવા થઇ શકે છે.. અંતે ફરી એક વાર યાદ કરાવી દઉં કે હેકિંગ એ ગેરકાયદેસર છે અને સજાપાત્ર ગુનો છે.કોઈ પણ ઘટના માટે લેખક કે મેગેઝીન જવાબદાર રહેશે નહિ. અહી આપેલી ટ્રીક્સ અને માહિતીનો હેતુ  માત્ર આપને જાણકારી પૂરી પાડવાનો અને સાવધાન કરવાનો છે જેથી આપ ફેસબુક પર સુરક્ષિત રહી શકો અને તેનો સાચો આનંદ માણી શકો. આપના સુચનો અને અભિપ્રાયો આવકાર્ય છે. વધુ માહિતી માટે સંપર્ક કરો.
Milap Oza
846002515
milap_magic@yahoo.co.in

Wednesday, August 1, 2012

My Article for August 2012 in Cyber Safar - સાયબર ક્રાઈમ અને આઈટી એક્ટ

પ્રિય વાચકો, ગયા અંક માં મારા આર્ટીકલ "હેકર કેવી રીતે બનશો ..???" અંગે આપના  ફોન કોલ્સ અને ઈ-મેઈલ્સ બદલ આપ સહુનો ખુબ ખુબ અભાર.આપના ઉત્સાહપ્રેરક પ્રતિભાવો બદલ આપ સહુનો ખૂબ ખૂબ આભાર. ઇન્ફોર્મેશન સિક્યોરીટી અને સાયબર ક્રાઈમ ફિલ્ડ ના ચાહકો માટે સતત કૈક ને કૈક નવું આપતા રહેવાના મારા પ્રયત્ન સાથે આ વખત નો મારો આર્ટીકલ સાયબર ક્રાઈમ અને તેના કાયદા-કાનુન પર આધારિત છે. 

ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના આધુનિક યુગ માં માહિતી ક્ષેત્રે હરણફાળ ભરતા નવા જમાનામાં દર સો વ્યક્તિએ સિત્તેર લોકો કમ્પ્યુટર સાથે કોઈ ને કોઈ રીતે સંકળાયેલા છે. અને તેમાંથી મોટાભાગના લોકો સીધા જ કમ્પ્યુટર સાથે સંકળાયેલા છે, એટલે કે તેમનું કામકાજ સંપૂર્ણ રીતે કમ્પ્યુટર પર આધારિત છે. આપ પોતે પણ આ મેગેઝીને વાંચી રહ્યા છો તો તમે પણ તેમાંના જ એક હાઇટેક વ્યક્તિ છો... ખરું ને?
તો સ્વાભાવિક છે કે અપના માટે કમ્પ્યુટર, નેટવર્ક , સોફ્ટવેર , ડેટા સ્ટોરેજ , ઇ મેઈલ, વેબસાઈટ .... વગેરે શબ્દો થી સારી રીતે પરિચિત હશો. આવા જ શબ્દો અને સંસાધનો (હાર્ડવેર, સોફ્ટવેર , નેટવર્ક ડીવાઈસ વગેરે) કે તેના થી રચાયેલું વિશ્વ એટલે સાયબર સ્પેસ. સાયબર સ્પેસ માં દરેક માહિતી કે કોઈ પણ સંસાધનો નો યોગ્ય રીતે અને યોગ્ય વ્યક્તિ દ્વારા જ ઉપયોગ થવો જોઈએ. 

સાયબર ક્રાઈમ : સરળ ભાષા માં કહીએ તો કમ્પ્યુટરની મદદથી કે કમ્પ્યુટર કે નેટવર્ક ને ટાર્ગેટ બનાવીને કોઈપણ ગુનો થાય તેને સાયબર ક્રાઈમ કહેવાય. અને આવા ગુનેગારો ને સાયબર ક્રિમિનલ્સ કહેવાય છે.  ટેકનોલોજી ના વધતા જતા ઉપયોગ સામે તેની સામે ના જોખમો પણ વધતા હોય છે. આજથી વર્ષો પહેલા જયારે બેંકોમાં ,બીઝનેસ માટે,  શોપિંગ માટે , કે મનોરંજન માટે પણ ઈન્ટરનેટ નો ઉપયોગ સાવ મર્યાદિત હતો ત્યારે સામાન્ય માણસ આવા જોખમો થી સુરક્ષિત હતો. જયારે આજે સોશ્યલ નેત્વર્કીંગ ના જમાના માં આપણે ડગલે ને પગલે, જાણતા- અજાણતા ઈન્ટરનેટ નો ઉપયોગ કરીએ જ છીએ. અને એટલે જ લોકો ઘણી વાર મોટી મુસીબત માં મુકાઇ જાય છે. 
સાયબર ક્રાઈમ આમ તો ઘણા છે પણ તેમાંથી મુખ્ય અને સામાન્ય ક્રાઈમ્સ ના નામ અહી આપેલા છે. 
  • ઈ-મેઈલ હેકિંગ
  • વેબસાઈટ હેકિંગ
  • ઓનલાઈન ચીટીંગ
  • પાસવર્ડ હેકિંગ 
  • ફિશિંગ 
  • હેરેસમેન્ટ 
  • કોર્પોરેટ ક્રાઈમ વગેરે (યાદી ઘણી લાંબી છે.....)
આવા ઘણા ગુનાઓ ને રોકવા માટે જ સાયબર લો અસ્તિત્વ માં આવ્યો છે. સાયબર સ્પેસ પર થતા અપરાધો ને રોકવા માટે સાયબર લો પર પણ અમુક કાયદાઓ લાદવામાં આવ્યા છે. 
સાયબર લો મુખ્યત્વે ચાર પાસાઓ પર આધારિત છે.
  • સાયબર ક્રાઈમ- સાયબર ક્રાઈમ માં તો અગાઉ જણાવ્યા પ્રમાણે કમ્પ્યુટરની મદદથી કરવામાં આવતા ગુનાઓ. આજકાલ તો ઓનલાઈન શોપિંગ અને ઈ-કોમર્સ સંબંધિત સાયબર ક્રાઈમ ની સંખ્યા માં વધારો થઇ રહ્યો છે.
  • ઈલેક્ટ્રોનિક કે ડીજીટલ સિગ્નેચર - કોઈ ઈલેક્ટ્રોનિક ડીવાઈસ ને એક્સેસ કરવા માટે વપરાય છે . જેમ કે બાયોમેટ્રિક ફિંગર એક્સેસ, રેટિના એક્સેસ હાર્ટ સ્કેન, ફેસ સ્કેનીંગ વગેરે. ડીજીટલ સિગ્નેચર એ પોતાની ચોકસાઈ અને વિશ્વસનીયતા ને લીધે લોકપ્રિય છે.  
  • બૌદ્ધિક સંપત્તિ - કોઈ ની મૌલિક શોધ કે વિચાર સંબંધીત છે. જેમાં કોઈ સોફ્ટવેર , સોર્સ કોડ , વેબસાઈટ, ડીઝાઇન કે બીઝનેસ સ્ટ્રેટેજી હોઈ શકે. કોઈ હાર્ડવેર કે સોફ્ટવેર ની પેટર્ન કે ડોમેઈન નેમ પણ બૌદ્ધિક સંપત્તિ કહી શકાય.  
  • ડેટા પ્રોટેક્શન અને પ્રાઈવસી - જે કોઈ ડેટા છે તે તેના મૂળ માલિક કે અધિકૃત વ્યક્તિ ને જ મળે, અને તે પણ જયારે જોઈએ ત્યારે મળે તે પણ અગત્ય નું છે. જેમ કે , તમારા બેંક એકાઉન્ટ નો પાસવર્ડ , તમારો ઈ-મેઈલ , તમારું ફેસબુક એકાઉન્ટ તમે ગમે ત્યારે એક્સેસ કરી શકવા જોઈએ.
સાયબર ક્રાઈમ વધવાના મુખ્ય કારનો નીચે પ્રમાણે છે.
  • ડેટા સ્ટોરેજ માટે કેટલાય ટૂલ્સ સરળતા થી મળી શકે છે.જેથી ક્રિમીનલ ક્યાય પણ ડેટા છુપાવી શકે છે.
  • રીમોટ એક્સેસ સુવિધા હોવાને લીધે દુનિયા ના કોઈ પણ છેડે બેઠેલો વ્યક્તિ ગમે તેને ક્યાય થી પણ હેક કરી શકે
  • કમ્પ્યુટર ની અમુક પ્રોસેસ અને તેના પ્રોગ્રામ્સ જટિલ હોવાથી તેને વાપરતી વખતે લોકો સાવધાન નથી રહેતા અને પછી ફસાય છે. દા.ત. કોઈ મજાનું ગીત કે ગેમ ડાઉનલોડ કરવા માટે જોયા જાણ્યા વિના જ પોતાનું ઈ-મેઈલ આઈડી (અને કોઈ વાર તો પાસવર્ડ પણ )આપી દે છે. ઓનલાઈન શોપિંગ વખતે ખાસ આવું બનતું હોય છે.
  • સાયબર ક્રાઈમ પ્રત્યે થતી ઉપેક્ષા પણ સાયબર ક્રીમ વધવાનું એક કારણ છે. - (ફેસબુક એકાઉન્ટ હેક થઇ ગયું ...??? છોડ ને કોણ પોલીસ સ્ટેશન જવાની ને રીપોર્ટ લખવાની મગજમારી કરે..?બનાવો બીજું...)
  • સાયબર ક્રાઈમ થયા બાદ સહેલી થી તેના પુરાવાઓનો નાશ કરી શકાય છે એટલે કોઈ પણ ક્રિમીનલ આમાંથી સહેલી થી છટકી શકે છે.
આ ચાર મુખ્ય કારણોસર સાયબર ક્રાઈમ દિવસે દિવસે વધી રહ્યો છે. આ સિવાય વધતા જતા ઈન્ટરનેટ ના ઉપયોગ ને લીધે કેટલીક વેબસાઈટ અને વિડીયો પણ મળી શકે છે જે સાયબર ક્રાઈમ ને ઉત્તેજન આપે છે. આજે સમગ્ર વિશ્વ માં થતા મુખ્ય ગુનાઓમાં સાયબર ક્રાઈમ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. જેના નિરાકરણ માટે વિશ્વસ્તરે અમુક ચોક્કસ કાયદાઓ ઘડવામાં આવ્યા. અમેરિકા માં ૧૦ મી યુનાઇતેદ નેશન્સ ઓફ કોંગ્રેસે જયારે ""Preservation of crime & Treatment of Offenders"" નામના વર્કશોપ ના આયોજન માં સાયબર લો માટે નીચે મુજબ મુદ્દાઓ નિર્ધારિત કર્યા. 
  1. અનધિકૃત  એક્સેસ
  2. કોઈ ડેટા કે પ્રોગ્રામ ને નુકસાન પહોચાડવું 
  3. ઓનલાઈન જાસુસી
  4. કમ્પ્યુટર માં કોઈ પણ પ્રકાર ની છેડછાડ કરવી 
તે સમયે યુ.એસ. ના બધા વ્યવહારો યુ.કે. સાથે જ થતા હોવાથી યુ. કે માં પણ સાયબર લો માટે આ જ પદ્ધતિ લાગુ કરવામાં આવી અને ધીમે ધીમે તો ચીન, સાઉદી અરેબિયા , જાપાન , રશિયા અને અંતે આપણે ત્યાં પણ સાયબર લો માટે ના એકસરખા નીતિ નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. આમ છતાં દરેક દેશ પ્રમાણે કાયદાઓ માં થોડાઘણા ફેરફારો છે. જેમ કે યુ.એસ. માં ફેડરલ ક્રિમીનલ કોડ ની કલમ લાગુ પડે છે દા.ત.  અનધિકૃત રીતે કમ્પ્યુટર ડીવાઈસ ના એક્સેસ બદલ ૧૮ યુ.એસ. સી.  ૧૦૨૯  ની કલમ લાગુ પડે છે. બ્રાઝીલ માં ટેકનોલોજીકલ છેડછાડ બદલ ૩ મહિના થી ૨ વર્ષ સુધીની સજા અને દંડ ની જોગવાઈ છે. 
અરે હા...બ્રાઝીલ પરથી યાદ આવ્યું... બ્રાઝીલ એ એકમાત્ર એવો દેશ છે જે ઈ-લીડર  તરીકે સન્માનિત છે. કેમ કે ત્યાના ૨૩% લોકો Twitter નો ઉપયોગ કરે છે, ૮૬% લોકો પાસે મોબાઈલ ફોન છે , ઓનલાઈન ટાઉનહોલ ની પણ સુવિધા છે. અને મજા ની વાત તો એ છે કે તેમની ૨૦૧૦ ની વસ્તી ગણતરી નો કાર્યક્રમ ૧૦૦% ઓનલાઈન હતો. (ભારત માં આવું ક્યારે થશે એ વિચારવા જેવું ખરું ...)    
ભારત માં સાયબર લો :
ભારત માં નીચે પ્રમાણેના  સાયબર લો અમલ માં છે.
  • IT act 2000
  • Relevant Amendel Provisions of Indian Panel 
  • Code 1860, Evidence Act, 1872, Banker's Book
  • Evidence Act 1891, Reserve Bank of India 
  • IPR Laws
  • Right to Information Act 2005 વગેરે 
ઉપર્યુક્ત દર્શાવેલ યાદી માં મુખ્યત્વે IT act ૨૦૦૦ નો સમાવેશ થાય છે. મે ,૨૦૦૦ માં સંસદ ના બંને ગૃહો દ્વારા ઇન્ફર્મેશન ટેકનોલોજી નું બીલ પાસ કરવામાં આવ્યું જે ઓગસ્ટ ૨૦૦૦ માં રાષ્ટ્રપતિ પાસે પહોચ્યું અને બધાજ સાયબર લો આઈ.ટી એક્ટ ૨૦૦૦ માં આવરી લેવાયા. તેનો હેતુ દેશ માં ઈ-કોમર્સ ને કાયદેસર અને સુરક્ષિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરો પાડવાનો છે.પરંતુ દુર્ભાગ્ય એ છે કે સાયબર ક્રાઈમ પ્રત્યે સેવાઈ રહેલી ઉપેક્ષા ને લીધે કે નજરઅંદાજ કરવાની વૃત્તિ ને લીધે સામાન્ય માણસ આ ક્ષેત્ર થી અજાણ રહે છે, અને મુસીબત માં મુકાય છે. પણ ધીમે ધીમે હવે સ્થિતિ સુધરી રહી છે, લોકો સાયબર ક્રાઈમ પ્રત્યે સજાગ થતા જાય છે. ગુજરાત માં ગાંધીનગર, અમદાવાદ અને સુરત માં સાયબર સેલ ખુલ્યઅ જે જ્યાં પોલીસ અધિકારીઓને આઈ.ટી. સંબંધિત કાયદાઓ નું તથા સાયબર ક્રાઈમ કેસની તપાસ કરવા માટે તાલીમ અપાઈ રહી છે.    
      આઈ.ટી. એક્ટ ૨૦૦૦ માં જુદા જુદા કાયદા ને આવરી લેતા કુલ ૧૦ જેટલા સેક્શન્સ છે જેમાં મોટા ભાગના સાયબર ક્રાઈમ્સ નો સમાવેશ થાય છે.પરંતુ તેના માટે તો તમારે સાયબર લો ના પુસ્તકો વાચવા જ પડે. બાકી ગૂગલ તો છે જ....!! 
તો ચાલો હવે  છેલ્લે જોઈએ કેટલાક દેશો માં લાગુ પડતા સાયબર લો ની એક ઝલક.

યુ.કે. - કમ્પ્યુટર માઉસ એક્ટ(1990)
ભારત - આઈ.ટી.એક્ટ.૨૦૦૦
હોંગકોંગ, સિંગાપોર, થાઈલેન્ડ  - ઈલે. ટ્રાન્ઝેક્શન એક્ટ, કોપીરાઈટ લો, ટ્રેડ માર્ક્સ લો 
ફિલીપાઈન્સ -ઈ-કોમર્સ એક્ટ
ઇટલી, કોરિયા  - ડીજીટલ સિગ્નેચર લો, પ્રાઈવસી લો , પેટન્ટ લો.

સેફટી કી .: જો ક્યારે પણ આપ સાયબર ક્રાઈમ નો શિકાર બનો તો તરત જ નીચે દર્શાવેલ સરનામાં પર સંપર્ક કરો અને રિપોર્ટ કરો. જો બેદરકારી રાખવી ક્યારેક  ભારે પડી શકે છે.
DIG, CID, Crime and Railways
Fifth Floor
Police Bhavan
Sector 18, Gandhinagar 382 018

Contact Details:
+91-79-2325 4384
+91-79-2325 0798
+91-79-2325 3917 (Fax)