માઇક્રોસોફ્ટે તેના ઓફિસ સોફ્ટવેરના લેટેસ્ટ વર્ઝનને લોન્ચ કર્યું છે. આ વર્ઝન પહેલી જ વાર ટેબલેટ કોમ્પ્યુટરો અને ઇન્ટરનેટ બેઝ્ડ સ્ટોરેજને ખાસ ધ્યાનમાં રાખીને બનાવાયું છે.
ન્યુ ઓફિસ નામની આ સિસ્ટમ કોમ્પ્યુટર કી બોર્ડ કે માઉસ વડે અપાયેલા કમાન્ડ અને ટચ સ્ક્રીન બંને સામે રિસ્પોન્સ આપે છે.
સાન ફ્રાન્સિસ્કોમાં નવી સિસ્ટમને લોન્ચ કરતા માઇક્રોસોફ્ટના સીઇઓ સ્ટીવ બામરે નવા વર્ઝનને કંપનીના અત્યાર સુધીના સૌથી મહત્વાકાંક્ષી વર્ઝન તરીકે ગણાવ્યં હતું.
એપ્પલ હાલમાં તેના આઇપેડ પસાથે આ બજારમાં પ્રભુત્વ ધરાવે છે, જો કે માઇક્રોસોફ્ટ તેના પોતાના ટેબલેટ સરફેસ સાથે તેની સાથે હરિફાઇ કરવા માગે છે.
માઇક્રોસોફ્ટે કહ્યું હતું કે ન્યુ ઓફિસને સર્વિસ ફર્સ્ટ તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેથી પ્રોગ્રામ્સ ઇન્ટરનેટ સાથે જોડાયેલા જુદા જુદા ડિવાઇસ પર સરળતાથી રન થઇ શકે. આ પ્રોગ્રામ્સ માઇક્રોસોફ્ટની સ્કાયડ્રાઇવ સર્વિસ થકી ડોક્યુમેન્ટ્સને ઓનલાઇન સ્ટોર કરશે, તેનો મતલબ એ છે કે યુઝર્સે તેમના પોતાના કોમ્પ્યુટરમાં ડોક્યુમેન્ટ સ્ટોર કરવા માટે સેટિંગ બદલવા પડશે, તેમ ડેઇલી મેલમાં જણાવાયું છે.
પ્રોગ્રામ સેટિંગ્સને પણ યાદ રાખશે, તેમાં તમે લોકેશન બદલો તો પણ તમે છેલ્લે ક્યાં રોકાયા હતા તેનો પણ સમાવેશ થાય છે. ઇન્ટરનેટ આધારિત આ સર્વિસ ગુગલ પણ તેના આવા જ પ્રોગ્રામ થકી પ્રમોટ કરી રહી છે.
નવા વર્ઝનનું પ્રિવ્યુ http://office.com/preview પર ઓનલાઇન ઉપલબ્ધ છે. કંપનીએ જો કે તે ક્યારે માર્કેટમાં મૂકાશે અને તેની કિંમત શું હશે તેની જાહેરાત નથી કરી.
ન્યુ ઓફિસમાં શું નવું કરી શકાશે?
ન્યુ ઓફિસમાં શું નવું કરી શકાશે?
-ઇન્કલિંગ, જે તમને સ્ટાઇલસની મદદથી ડિવાઇસની સ્ક્રીન પર લખવા દેશે, હાથે લખાયેલી નોટ્સ જાતે જ ટેક્સ્ટમાં તબદીલ થઇ જાય છે.
-બિઝનેસ માટેની સોશિયલ નેટવર્કિંગ સાઇટ યામર અને વીડિયો ચેર સર્વિસ સ્કાયપી અંદર જ ઉપલબ્ધ. -બિંગ મેપ્સ ન્યુ આઉટલૂક ઇમેલ પ્રોગ્રામનો ભાગ હશે. ઇમેલમાં જો એડ્રેસ હશે તો તેના પર ક્લિક કરતા જ તેની દિશા તમને મળી જશે.
-વર્ડ પર રીડિંગ મોડ ટેબલેટ કે ઇ-રીડર પર વર્ડ પ્રોસેસિંગ ડોક્યુમેન્ટ્સને વાંચવાનું કામ સરળ બનાવશે. આ મોડને કારણે ડોક્યુમેન્ટનું પેજ પુસ્તકના પેજ જેવું લાગશે. તમે વર્ડ ડોક્યુમેન્ટસમાં વીડિયો એડ કરી શકો છો કે ફેસબુક પર સીધો જ કોઇ ડોક્યુમેન્ટ શેર કરી શકો છો.
No comments:
Post a Comment