Monday, March 23, 2015

સુપ્રીમ કોર્ટ નો ઐતિહાસિક નિર્ણય : IT એક્ટ માં 66A ગેરબંધારણીય

મિત્રો, IT એક્ટ-૨૦૦૦ વિષે આપને થોડોઘણો ખ્યાલ હશે જ જે વિવિધ પ્રકારના સાયબર ક્રાઈમ ને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર દ્વારા અમલ માં છે . આજરોજ થી આ એક્ટ માં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 

સુપ્રીમ કોર્ટે આજે એક સીમાચિહ્ન ચૂકાદામાં કલમ 66A રદી કરી નાખી છે. આ ધારા અંતર્ગત કોમ્યુનિકેશન સર્વિસીસ સોશ્યલ મિડીયા જેવા કે ફેસબુક, ટ્વીટર, વ્હોટસ એપ પર અમુક પ્રકારના મેસેજ, વિડીયો કે તસવીરો પોસ્ટ કરવાને સજા પાત્ર ગુનો બનાવતી હતી. આ ધારાને આજે સર્વોચ્ચ અદાલતે રદ્દ કરી છે. કેમકે તે અભિવ્યક્તિના મૂળભૂત હકના વિરોધમાં હતી. 
કલમ 66એ આર્ટીકલ 192(2)ની બહાર છે, તેની હેઠળ સખત પગલાંને મંજૂર કરી શકાય નહી અને તેને સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે છે. તેમજ જે ગેરબંધારણીય છે. આને પગલે હવે કોઇ પણ વ્યક્તિ ઇન્ટરનેટ,બ્લોગ,વ્હોટસેપ,ટ્વીટર ફેસબુક પર કરેલી કોઇ પણ ટિપ્પણી માટે ગુનેગાર ઠરશે નહી. આને આપણે વાણી સ્વાતંત્ર્ય નો હક તરીકે માની શકીએ. 
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બરેલીના રહેવાસી વિદ્યાર્થી ગુલરેઝ ઉર્ફે વિક્કી ખાને યુપી સરકારના પ્રધાન આઝમ વિરુદ્ધ કોમેન્ટ કરી હતી. તેનાથી ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો ખતરો હતો. વિદ્યાર્થીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. પોતાને આઝમ ખાનના મીડિયા પ્રભારી ગણાવતા ફસાહત અલીએ વિક્કી સામે ફરિયાદ નોંધાવી હતી. 

તેની પહેલા વડોદરા માં પણ ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાવતી કોઈ પોસ્ટ ને કરને કોમી તંગદીલી ના બનાવો બન્યા હોવાના કિસ્સા છે.
થોડા સમય પહેલા થાણેની બે યુવતીઓએ શિવસેનાના તે સમયના સુપ્રીમો બાળા સાહેબ ઠેકરે વિરુદ્ધ ઇન્ટરનેટ પર ટિપ્પણી કરી હતી તેમને જેલમાં પૂરી દેવાઇ હતી. સુપ્રીમના આ ચૂકાદાથી આ ગુન્હેગારોને રાહત મળી છે. 

એક રીતે જોવા જઈએ તો વાણી અને વિચારો નું સ્વાતંત્ર્ય જળવાય એના સમર્થન માં જ આ નિર્ણય લેવાયો છે અને મોટા ભાગના યુવાઓ, લેખકો , પત્રકારો બધા ને અમુક અંશે રાહત છે. પરંતુ આ રાહત માં પણ અમુક અંશે મર્યાદા જળવાઈ રહે તથા કોઈ ની વ્યક્તિગત કે ધાર્મિક લાગણી ને હાની ના પહોચે તે રીતના નિયંત્રણો મુકવા આવશ્યક છે. 



1 comment:

  1. GOOD Day !

    USA Fresh & Verified SSN Leads with best connectivity
    All Leads have genuine & valid information

    **HEADERS IN LEADS**
    First Name | Last Name | SSN | Dob | DL Number |Address | State | City | Zip | Phone Number | Account Number | Bank NAME

    *Price for SSN lead $2
    *You can ask for sample before any deal
    *If anyone buy in bulk, we can negotiate
    *Sampling is just for serious buyers

    ==>ACTIVE & FRESH CC FULLZ ALSO AVAILABLE<==
    ->$5 PER EACH

    ->Hope for the long term deal
    ->Interested buyers will be welcome

    **Contact Information 24/7**
    Whatsapp > +923172721122
    Email > leads.sellers1212@gmail.com
    Telegram > @leadsupplier
    ICQ > 752822040

    ReplyDelete