Tuesday, May 8, 2012

વિશ્વ ના પ્રખ્યાત ટોપ ૧૦ હેકર્સ અને ક્રેકર્સ


             હેકર - આ શબ્દ થી હવે તમે બધા જ પરિચિત હશો. હવે જો કોઈ ને સવાલ પૂછવામાં આવે કે હેકર્સ શું કરે  ? તો તરત જ કહેશે કે કમ્પ્યુટર માંથી કોઈપણ માહિતી કે data ચોરીને તેનો દુરુપયોગ કરે , અથવા અપની જાણ બહાર આપનાં એકાઉન્ટ માંથી પૈસાની ઉઠાંતરી કરી લે , કોઈ ની જાસુસી કરવી, કોઈ નો પાસવર્ડ ચોરી લેવો વગેરે વગેરે. પરંતુ બહુ ઓછા લોકો ને ખબર હોય છે કે હેકર ખરેખર કોને કહેવાય. સામાન્ય રીતે કહીએ તો કોઈપણ કમ્પ્યુટર સિસ્ટમ માં અથવા નેટવર્ક માં તેના માલિક ની પરવાનગી વગર ઘૂસે અથવા ઉપયોગ કરે તેને હેકર કહેવાય. પરંતુ શું બધા જ હેકર્સ ગુનેગાર જ હોય છે? નહિ. 

           હેકર્સ મુખ્યત્વે બે પ્રકાર ના હોય છે. એક એવા હેકર્સ કે જેનો હેતુ કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે ગુનો કરવાનો હોય છે. આવા લોકો ને Black Hat Hackers કહેવાય છે. અને અન્ય હેકર્સ કે જેને કોઈ કંપની કે ગવર્મેન્ટ પોતાના નેટવર્ક , સિસ્ટમ કે માહિતી ની સુરક્ષા માટે રાખે છે. આવા હેકર્સ ને Ethical Hackers કહેવાય છે. અહી પ્રસ્તુત આજના લેખ માં અપને વિશ્વ ના ટોપ ૧૦ હેકર્સ અને ક્રેકર્સ વિશે જાણીશું.

Black hat Hackers (Crackers) :- હેકિંગ ની નકારાત્મક બાજુ એટલે ક્રેકિંગ.  પોતાની આવડત નો ઉપયોગ કરીને કોઈપણ Criminal કામ કરવું એ તેનો હેતુ હોય છે.  જેમ કે બેંક એકાઉન્ટ માં થી સીધા જ રૂપિયા ઉપાડી લેવા, કોઈ ની ગુપ્ત માહિતી ચોરી ને બ્લેક મેઈલ કરવું, કોઈ કંપની ના નેટવર્ક કે વેબસાઈટ પર એટેક કરવો વગેરે.  ચાલો જોઈએ આવા જ કેટલાક કુખ્યાત હેકર્સ.

૧) Jonathan James : જેમ્સે નાસા ના ઘણા કમ્પ્યુટર ને ક્રેક કરી ને તેના મોંઘા ભાવ ના - ૧.૯ મિલિયન ડોલર ના સોફ્ટવેર ની ચોરી કરી. તેને લીધે નાસા ને તેના બધા જ કમ્પ્યુટર શટ ડાઉન કરવાની ફરજ પડી. જેના થી નાસા ને ૪૧ હજાર $ નું નુકસાન વેઠવું પડ્યું.

૨) Adrain Lamo : છ વર્ષ ની નાની વય થી જ કમ્પ્યુટર ગેમ રમતા રમતા Adrian હેકિંગ તરફ આકર્ષિત થયો આગળ જતા તેને FBI ના અતિ સુરક્ષિત DNA detabase વાળા કમ્પ્યુટર ને હેક કરીને પોતાનું પરાક્રમ બતાવ્યું. જો કે આ ગુના બદલ તે જેલ માં પણ ગયો.

૩) Kevin Mitnik :- હાલમાં એક ટેકનોલોજી લેખક અને કમ્પ્યુટર સલાહકાર તરીકે પ્રખ્યાત કેવિન મીટનીક એક જમાના નો મોસ્ટ વોન્ટેડ કમ્પ્યુટર ક્રિમીનલ હતો. અમેરિકા ના ઉચ્ચ ન્યાય વિભાગ ના કમ્પ્યુટર માં હેકિંગ, સેલફોન ક્લોનીંગ, પાસવર્ડ ચોરી, નેટવર્ક ની અદલાબદલી , પ્રાઇવેટ ઇ-મેઈલ હેકિંગ વગેરે જેવા ગુના માં જેલ માં પણ જઈ ચુક્યો છે.

૪)Kevin Polsan :- અમેરિકા ની FBI ને હંફાવનાર આ ભેજાબાજે લોસ એંજેલેસ નું રેડીઓ સ્ટેશન ટેલિફોન વડે હેક કરીને એક ઇનામી યોજના માં લકઝરીયસ કાર જીતી લીધી હતી. આ ઉપરાંત કેવિન ઇ-મેઈલ ફ્રોડ, નેટવર્કિંગ અને કમ્પ્યુટર ફ્રોડ, માની લોન્ડરિંગ વગેરે ગુના બદલ નાની મોટી સજા કાપી ચુક્યો છે.

૫) Tappan Morris :- Morris Worm (એક ખતરનાક કમ્પ્યુટર વર્મ ) બનાવનાર ટેપેન મોરીસ અમેરિકા ની નેશનલ સિક્યોરીટી એજેન્સી ના scientist રોબેર્ટ મોરીસ નો પુત્ર છે. જયારે તે student હતો ત્યારે તેણે કમ્પ્યુટર પર જાતે જ પ્રોગ્રામિંગ કરીને કે વોર્મ બનાવ્યો જે તે સમય માં દુનિયાભર ના ઈંટરનેટ પર સૌથી વધુ ફેલાયો હતો. આ વર્મ પોતાની જાતે પોતાની વૃદ્ધિ કરતો હતો.અને જોતજોતામાં તે વિશ્વ ના ૬૦૦૦ જેટલા કમ્પ્યુટર માં ફેલાઈ ગયો. પોતાની આ આવડત દર્શાવા બદલ તેને ૩ વર્ષ ની જેલ અને ૧૦,૦૦૦ ડોલર નો દંડ થયો હતો.
 

White Hat hackers : 

આ પ્રકાર ના હેકર્સ એથીકલ હેકર્સ તરીકે ઓળખાય છે. આવા હેકર્સ પોતે કમ્પ્યુટર સિક્યોરીટી એક્સપર્ટ હોય છે જે ખાસ કરીને કોઈ કંપની માં કે સંસ્થા કે સરકાર માટે કામ કરતા હોય છે ane તેમના નેટવર્ક, વેબસાઈટ કે માહિતી ને કઈ રીતે વધુ  ને વધુ સુરક્ષિત રાખી શકાય તે માટે કામ કરતા હોય છે. અવ હેકર્સ ના ગ્રુપ ને 'ટાઇગર ટીમ' અથવા 'રેડ ટીમ' કહે છે. તેમનો હેતુ કોઈને નુકસાન કર્યા વિના અલગ અલગ ટૂલ્સ અને ટેકનીક થી જે - તે કંપની માં સિક્યોરીટી મેન્તેઇન  કરે છે.  અહી આવા કેટલાક ટોચ ના એથીકલ હેકર્સ વિષે થોડું જાણીએ.

૧) Stephen Woniak :- એપલ ના શોધક સ્ટીવ જોબ્સ ના જોડીદાર સ્ટીફન વોઝ્નીયક ટેકનોલોજી ક્ષેત્રે પહેલે થી જ  ખુબ હોશિયાર હતા. તેણે પિતા ના ગેરેજ માં જ પોતાનું વર્કશોપ બનાવ્યું અને મોટી મોટી કંપની માટે કમ્પ્યુટર બનવાનું ચાલુ કર્યું. તેમણે ટેલીફોન ની શરૂઆત ના દિવસો માં જ ટેલીફોન હેકિંગ કરીને ટેલીફોન નો ઉપયોગ મફત માં કરવાની યુક્તિ શોધી કાઢી જેને પાછળ થી સુરક્ષિત કરી લેવામાં આવી. એન્જીનીયર પિતાએ ખુશ થઇ ને સ્ટીફન ને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું જેને પગલે સ્ટીફન આજે એક ઉમદા વૈજ્ઞાનિક તરીકે પ્રખ્યાત છે.

૨) Tim Berners Lee :- World wide web ના શોધક ટીમ બર્નર્સ લી એ ટેકનોલોજી ક્ષેત્રે અનેક પદવીઓ અને પ્રાઈઝ મેળવ્યા છે. લી જયારે યુરોપ ના ન્યુક્લિયર રીસર્ચ ઓર્ગેનાઈઝેશન માં હતા ત્યારે તેમણે માહિતીની  સરળતા થી આપલે થઇ શકે તે માટે hypertext prototype ની શોધ કરી અને આ ઉપરાંત તેમણે W3C ની પણ સ્થાપના કરી કે જ્યાં થી દુનિયાભર ના વેબ ડેવલપર્સ વેબસાઈટ બનાવવા માટે નું માર્ગદર્શન મેળવે છે. 
 

૩) Linus Torvalds   : માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપની ને ટક્કર આપનાર લીનક્સ ઓપરેટીંગ સિસ્ટમ ના શોધક લિનસ ટોરવાલ્ડ પોતાના કોલેજકાળ થી જ તેક્નોલોગ્ય માં માહેર હતા. તેણે free source code ઉપલબ્ધ કરાવીને પ્રોગ્રામરો વચ્ચે 'નાયક' નું બિરુદ પ્રાપ્ત કર્યું. લીનક્સ ની ઓપરેટીંગ સિસ્ટમ ક્ષેત્રે ક્રાંતિ લાવવા બદલ ટોરવાલ્ડ્સ ને પોતાની યુનીવર્સીટી તરફથી  ડોક્ટર ની પદવી મળેલ છે. અને ટાઈમ મેગેઝીને તેમને "Heros of 60 years" નું બહુમાન આપ્યું છે.

૪) Rechard Stallman :- ફ્રી સોફ્ટવેર માટે ની ચળવળ શરુ કરનાર રીચાર્ડ પોતે અમેરિકન કમ્પ્યુટર પ્રોગ્રામર છે. ૧૯૮૩ માં તેણે GNU પ્રોજેક્ટ લોન્ચ કરેલો જેના વડે યુનિક્સ જેવી ઓપન સોર્સ ઓપરેટીંગ સિસ્ટમ નિર્માણ પામી. રિચર્ડે તેની આખી જીંદગી ફ્રી સોફ્ટવેર માટે ની ચળવળ માં જ વિતાવેલી છે. રિચર્ડે Digital Rights management સામે પોતાની Free Software Foundation અને  League For Programming જેવી સંસ્થાઓ દ્વારા અંદોલન શરુ કર્યું છે. પોતાની આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને ઘણા એવોર્ડ્સ અને ૪ વાર ડોક્ટર્સ ની પદવી મળેલ છે.

૫) Tsutomu Shimomura :- અચાનક રીતે જ પ્રખ્યાત થઇ ગયેલા શીમોમુરા નું કારણ એ હતું કે તે ખુબ જ વિખ્યાત હેકર કેવિન મીટનીક દ્વારા હેક થયેલો. આ વ્યક્તિગત હુમલા પછી રોષે ભરાયેલા શીમોમુરા એ FBI ને આ મોસ્ટ વોન્ટેડ હેકર પકડવામાં મદદ કરી હતી. શીમોમુરા એ કેવિન મીટનીક ને પકડવા માટે તેનો સેલફોન ટ્રેસ કરીનએ તેને પકડાવ્યો હતો. અને આ સફળતા બદલ  FBI તરફથી તનું તેનું સન્માન કરવામાં આવ્યું આ બનાવ પર તેણે એક પુસ્તક પણ લખ્યું છે અને તેના પરથી એક ફિલ્મ પણ બની ચુકી છે.


                આ ઉપરાંત ભારત માં પણ અંકિત ફાડિયા, ગગનદીપ સાપરા, પ્રણવ મિસ્ત્રી, કૌશિક દત્તા જેવા પ્રતિભાશાળી હેકર્સ જે છે. અલગ અલગ ક્ષેત્રે પોતાની સેવા પૂરી પાડે છે.

No comments:

Post a Comment