Monday, April 30, 2012

બસ એક ભૂલ અને તમારું બેન્ક એકાઉન્ટ સાફ સમજો!

નેટ બેન્કિંગ યૂઝરના ઇમેલ એકાઉન્ટ પર ફિશિંગ એટેક કરતી ગેંગ સક્રિય બેન્કના ભળતા ડોમેઇનથી વર્કિંગ અવરમાં ઇમેલ કરતી ગેંગ બેન્ક એકાઉન્ટ બંધ કરી દેશે તેવી ચીમકી આપે છે 

કિસ્સો-૧ સરસપુર વિસ્તારમાં રહેતા જાગૃતીબહેન રાવલે ક્રાઇમ બ્રાંચમાં ફરીયાદ કરી હતી કે તેમના પતિનુ વિજ્યા બેંકના એકાઉન્ટ આવેલુ છે જેઓ મુંબઇની એક કંપનીમાં ઉચ્ચ જગ્યા ફરજ બજાવે છે તેઓ જ્યારે કામા કરી રહ્યા હતા ત્યારે વકીર્ગ અવરમાં જ તેમના પર એક ઇમેઇલ આવ્યો હતો અને જેનો જવાબ આપવા જતા તેમના ૬પ હજાર રુપિયા હેકરો એ ઉપાડી લીધા હતા.હજી સુધી ક્રાઇમ બ્રાંચ આ પ્રકરણની તપાસ કરી રહી છે.

કિસ્સો-૨ અમીત પટેલનામના વ્યકિતનુ વિજ્યા બેંકમાં એકાઉન્ટ આવેલુ છે જેઓ એમ આર .તરીકે નોકરી કરે છે તેમના પર પણ ફીસીંગ ઇમેઇલ આવતા તેમને ઇમેઇલ ચેક કરતા બેંકના લોગો અને ભળતા ઇમેઇલ હોવાથી વકીર્ગ અવરમાં જ તેમણે ઉતાવળમાં તે ઇમેઇલ નો જવાબ આપી દેતા તેમના એકાઉન્ટમાથી ૨લાખ૬હજાર રુપિયા ઉપડી ગયા હતા.આ પ્રકરણની ક્રાઇમ બ્રાંચ-શહેર કોટડા પોલીસે સંયુક્ત રીતે તપાસ કરી હતી.

 વધતી વ્યસ્તતા અને મોટા ટ્રાન્ઝેક્શન કરવા માટે હાલ નેટ બેન્કિંગ કરવાનો ક્રેઝ વધ્યો છે.પરંતુ આ નેટ બેન્કિંગની ટ્રાન્ઝેક્શન પર હેકરોનોની પણ બાજનજર હોય છે. હાલમાં સમગ્ર દેશમા નેટ બેન્કિંગ એકાઉન્ટ ધારકોના ઇમેલ પર ફિશિંગ એટેક કરનારા હેકરો સક્રિય થઇ ગયા છે.આ હેકરો બેન્કના ભળતા ડોમેઇનનો ઉપયોગ કરીને બેન્કના ખાતે દારોને વર્કિંગ હાવરમાં એક ઇમેલ કરે છે જેમાં તેમને કેટલીક વિગતો ભરવાનું જણાવાયું હોય છે અને જો આ ઇમેલની વિગતો ભરવામાં નહીં આવેતો તેમનું બેન્ક એકાઉન્ટ બંધ થઇ જશે તેવી ચીમકી પણ ઇમેલમાં ઉલ્લેખ કરવામાં આવે છે.

વ્યસ્તતાના કારણે લોકો આ ઇમેલની ખરાઇ બેન્કમાં કર્યા સિવાય ફોર્મ ભરીને રિપ્લાય કરે છે અને ત્યાર બાદ તેમના એકાઉન્ટમાંથી ૨૪ કલાકમાં જ સમગ્ર રકમ હેકરોના અલગ અલગ ખાતામાં જમા થઇ જાય છે. હાલમાં આવી કેટલીક અરજી ક્રાઇમ બ્રાન્ચને મળતા સાઈબરસેલ આવા ફિસિંગ એટેક કરનારાઓને શોધી રહી છે.

ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પાસેથી મળતી માહિ‌તી પ્રમાણે હાલ ફિશિંગ એટેક કરનારા હેકરોની ગેંગ નવી મોડસ ઓપરેન્ડીથી કાર્ય કરી રહી છે.વર્કિંગ અવરમાં જ નેટ બેન્કિંગ યૂઝરોના ઇમેલ કરીને બેન્ક એકાઉન્ટ બંધ થઇ જશે તેવું જણાવે છે. 
 
જેનાથી આ સમયે કામમાં વ્યસ્ત લોકો બેન્ક એકાઉન્ટ બંધ થઇ જવાના ડરથી અને સમયના અભાવે બેન્કમાં આ ઇમેલની ખરાઇ કર્યા સિવાય ઇમેલમાં વિગતો ભરે છે પરંતુ આવો કોઇ ઇમેલ બેન્ક દ્વારા કરાતો નથી.પરંતુ હેકરો હાલ આવા ઇમેલ કરતા હોવાનું તપાસ એજન્સીઓની નજરે ચડયું છે અને તેમાંય ખાસ કરીને ગુજરાત,મહારાષ્ટ્ર,દિલ્લી, કલકત્તા જેવા સ્થળોએ હેકરો ફિસિંગ એટેક કરે છે.

હેકરો પાસે વિગતો કઇ રીતે જાય છે ક્રાઇમ બ્રાંચના સાયબર સેલના અધિકારીના જણાવ્યા અનુસાર આવી ગેંગો સામાન્ય રીતે વિદેશની ધરતી પર હોય તેવા સર્વરનો ઉપયોગ કરે છે.તેમજ અમુક રુપિયામાં લોકોના ડેટા ઇન્ટરનેટ પર આસાની થી વેચાતા મળે છે.આવી ચીંટીંગ કરનારા ઘણી વખત બેંકના સર્વર પણ હેક કરી લેતા હોય છે.

યૂઝરને ભરમાવવા હેકરો શું કરે છે

ઇમેલમાં જોડાયેલા એટેચમેન્ટમાં વિગતો ભરવા જણાવાય છે વિગતો ન ભરનાર વ્યકિતનું એકાઉન્ટ ગણતરીના દિવસોમાં બંધ થઇ જવાનું ઇમેલમાં જણાવાય છે ડોમેઇન બદલી નખાય છે. જેમકે બેન્કના નામની પાછળ ખરેખર( .કોમ) હોય તો (કો.ઇન) લખાય છે બેન્કની વેબસાઇટના પેજ જેવું ડમી પેજ કોપી કરીને ઇમેલમાં એટેચ કરવામાં આવે છે

નેટ બેંકિંગ યૂઝરોએ શું ધ્યાન રાખવું

બેંક કોઇને એકાઉન્ટ બંધ કરી દેવાનો મેઈલ કરતી જ નથી બેંકના કોઇ પણ મેઈલની ખાતરી કરવા બ્રાંચનો સંપર્ક કરવો આવો મેઇલ મળે કે તરત જ બેંકના આઇટી ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરીને ખાતરી કરવી બેંકની વેબસાઇટ સંદર્ભે મળતી લિંક ક્લીક કરવી નહીં નેટ બેકિંગનો પાસવર્ડ થોડા સમયમાં જ બદલી નાખવો

આવા કોઇ ઇમેલ બેન્ક કરતી નથી

બેન્ક દ્વારા ચાલુ બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવાના કોઇ ઇમેલ કરાતા નથી અને જો ક્યારેય પણ આવા ઇમેલ કરવામાં આવે તો બેન્કનો સંપર્ક સાધ્યા સિવાય ઇમેલનો રિપ્લાય કરવો જોઇએ નહીં. ક્યારેય પણ બેન્કનો ઇમેલ આવે કે તરત જ બેન્કનો સંપર્ક કરવો જેનાથી ખરી હકીકત જાણી શકાય છે. - મયૂર ચાવડા , મદદનીશ પોલીસ કમિશનર,ક્રાઇમ બ્રાન્ચ

No comments:

Post a Comment