Thursday, March 8, 2012

તમારા જ મોબાઇલને હેક કરી થઇ શકે છે તમારી જાસૂસી

       શું તમે જાણો છો કે તમારા કોમ્પ્યુટરની જેમ તમારો ફોન પણ હેક થઇ શકે છે? એટલાન્ટાની જ્યોર્જિયા ટેક રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના સીનિયર એન્જિનીયર ચુક બોકથનું કહેવું છે કે સેલ ફોનને પણ હેક કરી શકાય છે. હકીકતમાં હવે નવા વર્ઝનમાં સેલફોન માત્ર ફોનની જગ્યાએ કોમ્પ્યુટર વધુ બની રહ્યો છે. તેથી તેને હેક કરવો સંભવ છે. સૌથી ગંભીર વાત એ છે કે સેલ ફોન જો હેક થઇ જાય તો તે કોમ્પ્યુટરથી વધુ ખતરનાક હોઇ શકે છે. તેનું કારણ એ છે કે કોમ્પ્યુટર કે લેપટોપ હંમેશા તમારી પાસે નથી રહેતા, પણ સેલફોન હંમેશા તમારી પાસે રહે છે. 

ફોન હેકિંગ થાય તો શું થાય...?

ફોનમાંથી ઓપરેટિંગ સીસ્ટમ અને વેબ બ્રાઉઝરને હેક કરી ડેટા ચોરી શકાય છે. ઇન્ટરનેટ બ્રાઉઝરની એક્ટિવિટીને જોઇને એનો પતો પણ લગાવી શકાય છે કે તમે શહેરમાં ક્યાં છો. તેનાથી તમારી જાસૂસી કરી શકાય છે. ત્યાં સુધી કે જ્યારે તમારો ફોન ટર્ન ઓફ હોય ત્યારે હેકર તેને ઓડિઓ કે વીડિયો ટ્રાન્સમિટ કરવા માટે પણ ઇન્સ્ટ્રક્ટ કરી શકે છે. 

બોકથનું કહેવું છે કે હૈક કરનાર તમારા ફોન કોલ સાંભળી શકે છે, મેસેજ વાંચી શકે છે અને ફોનમાં રહેલી સંવેદનશીલ સૂચનાઓને પણ જોઇ શકે છે. તેનો સૌથી મોટો ખતરો એ છે કે તેનાથી હેકરને તમારા અંગત જીવનને લગતી બધી જાણકારી મળતી રહેશે જેનાથી તે કોઇ ગંભીર ડીલને પણ ખતરામાં નાખી શકે છે. સ્માર્ટફોન સિક્યોરીટી કંપની લુકઆઉટ ઇન્કનું કહેવું છે કે દુનિયામાં લાખોની સંખ્યામાં ફોન ખતરાથી પ્રભાવિત છે, પણ આ ખતરાને ટાળી શકાય છે.  

આમ આપી શકાશે હેકરને માત

        જો તમને કોઇ ગરબડ લાગતી હોય તો ફોનમાં સૂચનાઓના પ્રવાહને રોકવા તરત જ તેની બેટરી કાઢી નાંખો. તેનાથી ફોનનું કનેક્શન રોકાઇ જશે. સાથે જ સતર્ક રહેવની પણ જરૂર છે. તમારી પાસે જો રિ-પ્રોવિઝન કે રિકન્ફીગર જેવો કોઇ મેસેજ આવે તો તેને ઓકે ન કરશો. આમ કરનાર હેકર પણ હોઇ શકે છે. જો કોઇ બનાવટી મેસેજ આવે તો તમારા સર્વિસ પ્રોવાઇડરને કોલ કરો. બોકથનું કહેવું છે કે ઘણા લાંબા સમય સુધી એક જ સિમ કાર્ડ રાખવાથી હેકિંગની સંભાવના વધી જાય છે. તેથી જો શક્ય હોય તો સિમને બદલીને પણ તેની સુરક્ષા વધારી શકાય છે. 
Source : Divyabhaskar News

4 comments: